Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

રજવાડી રાસોત્સવઃ ડેકોરેટીવ થીમ

૧ લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ્સઃ ગાયકો રીયાઝ કુરેશી, અનુ પરમાર, સંદિપ પ્રજાપતિના સુરોથી ખૈલેયાઓ મંત્રમુગ્ધ બનશે

રાજકોટ,તા.૪: જેમ જેમ નવરાત્રી નજીક આવે તેમ તેમ રાજકોટના ખૈલેયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હિન્દુ સંસ્કૃતિની ભારતીય પરંપરાના માં આદ્ય શકિતના આરાધનાના તહેવાર સમા નવરાત્રીમાં રાજકોટના રાસ રસીયા ખૈલેયાઓ માટે સતત છેલ્લા સાત વર્ષથી કંઈક નવું જ આપવાના હેતુસર રજવાડી રાસ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.

૧૫૦ ફૂટ રીંગ રોડ, બાલાજી હોલ પાછળ, ધોળકીયા સ્કૂલની સામેના ૧૨ હજાર ચો.મી.વિશાળ પટાંગણમાં ચુસ્ત બાઉન્સર સિકયુરીટી વ્યવસ્થા વચ્ચે ૪ હજાર થી વધુ ખૈલેયાઓ રમી શકે અને ૧૫૦૦ વધુ લોકો નિહાળી શકે તેમજ વી.આઈ.પી બેઠક વ્યવસ્થા, સુંદર મંડપ ડેકોરેશન કરવામાં આવ્યું છે. કંઈક નવું જ આપવાના ભાગરૂપે ગ્રાઉન્ડમાં ૨૦૦ વધુ લાઈટોનું ડેકોરેશન કરી રાત્રીના પણ દિવસ જેવું વાતાવરણ કરી દેવામાં આવશે. તેમજ વરસાદી વાતાવરણને પહોંચી વળવા આખા ગ્રાઉન્ડમાં પ્લાસ્ટીકની સાથે ઝાજમ પાથરવામાં આવશે. આ આયોજનમાં ઓમ સાઉન્ડ સીસ્ટમ્સની  ૧લાખ વોટની ડીઝીટલ હાઈફાઈ લાઈન એરેર સાઉન્ડના સથવારે સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ પ્લેબેક સીંગર રીયાઝ કુરેશી, ડાયરાની કોયલ અનુ પરમાર, સંદિપ પ્રજાપતિ પોતાના કામણગારા સુરોથી ખૈલેયાઓને મંત્રમુગ્ઘ કરશે તેમજ શાહરૂખ મીર પ્રેઝન્ટ એસ.એમ.ઓરકેસ્ટ્રાના યુવા સાંજીદાઓ ખૈલેયાઓ ધુમ મચાવશે.

રજવાડી રાસ મહોત્સવમાં રોજ પ્રિન્સ અને પ્રિન્સેસ થનારને ઈનામો આપવામાં આવશે તેમજ મેગા ફાઈનલમાં બાઈક, એકટીવા, સોનું, ફ્રીજ, એલ.ઈ.ડી.ટી.વી, મોબાઈલ, ઘરઘંટી, વોશીંગ મશીન, સોફા સહિતના લાખેણા ઈનામો આપવામાં આવશે. તેમજ રોજ રોજે નવી નવી સ્પર્ધાઓ યોજવામાં આવશે. પાસ તેમજ વધુ વિગત માટે મો.૮૪૬૦૦ ૦૧૦૦૮  ઉપર સંપર્ક કરવો. પાસની કિંમત જેન્ટસ રૂા૧,૦૦૦, લેડીઝ રૂ.૬૦૦, બાળકો રૂ.૫૦૦

આ આયોજનને સફળ બનાવવા ચેરમેન વિશાલ પટેલ, પ્રેસીડેન્ટ અમીત કમાણી, પ્રોજેકટ ચેરમેન મોહિત વઘાસીયા, વાઈસ ચેરમેન યાજ્ઞીક કોટડીયા, વાઈસ પ્રેસીડેન્ટ રોશન સગપરીયા, સેક્રેટરી જે.પી.હિરાણી, વાઈસ પ્રોજેકટ ચેરમેન હિનેશ સાકરીયા, વાઈસ સેક્રેટરી હેરી પ્રજાપતી, કો.ઓડીનેટર ગૌતમ ગૌસ્વામી, લલીત સીદપરા, ભરત પટેલ, ઓગેનાઈઝર જીતેન જડીયા, રાજુ લીંબાસીયા, સંદિપ હિરપરા, ખોડિદાસ પાંભર, કેવલ લુણાગરીયા, વસીમ ડાકોરા જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:09 pm IST)