Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ફ્રેન્ડ્સ કલબના પરિવારજનો માટે અર્વાચીન ફેમીલી રાસોત્સવ : વન દિવસીય આયોજન

ઈન્ડિયા ટીવીના ચેરમેન રજત શર્મા હાજરી આપશેઃ દિવ્યાંગ બાળકો - વૃદ્ધાશ્રમના વડીલો ભાગ લેશે

રાજકોટ, તા. ૪ : ફ્રેન્ડ કલબ - રાજકોટ દ્વારા અર્વાચીન ફેમીલી નવરાત્રી રાસોત્સવનું આયોજન આર્શીવાદ પાર્ટી પ્લોટ (કોસ્મોપ્લેક્ષ સિનેમાની બાજુમાં, કાલાવડ રોડ) ખાતે કરાયું છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ફેમીલી અર્વાચીન રાસોત્સવ ૨૦૧૮ કેવલ રાઠોડ પ્રસ્તુત મ્યુઝીક ગોલ્ડના સંગાથે પારીવારીક  માહોલમાં નવ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ દિવ્યાંગ બાળકો, અનાથ બાળકો તથા વૃદ્ધાશ્રમના વડીલો, દરરોજ મહેમાન બનશે.

આ કાર્યક્રમનું ઉદ્દઘાટન શ્રી મનોજ અગ્રવાલ (રાજકોટ શહેર પોલીસ કમિશ્નર), રોહિત તીવાણી (એમડીઆઈબીએ ન્યુઝ, શ્રી ચંદ્રશેખરસિંહ (નેશનલ કોર્ડીનર, આઈઆઈએમએ) કરશે. દીપ પ્રાગટ્ય ચોટીલાના મહંત રજનીશગીરી બાપુ તેમજ જીમ્મીભાઈ અડવાણી શ્રી રાજુભાઈ લોટીયાના હસ્તે થશે.

તા.૧૭ના ન્યુઝ ચેનલ ઈન્ડિયા ટીવીના ચેરમેન એડીટર અને ટીવી શો ''આપ કી અદાલત''ના હોસ્ટ નવરાત્રીમાં હાજરી આપશે.

આ નવરાત્રી મહોત્સવ નિઃશુલ્ક તથા પારીવારીક છે. અનાથ બાળ તથા દિવ્યાંગ બાળકો માટે નાસ્તાનું પણ આયોજન કરવામાં આવેલ છે.

આ નવ દિવસીય માતાજીના નવલા નોરતાને સફળ બનાવવા માટે ફ્રેન્ડ કલબના ચેરમેન લીનાબેન ટી. વખારીયા, વાઈસ ચેરમેન જયેશભાઈ કતીરા, પેટ્રન ડો. મનીષ ગોસાઈ, પ્રમુખ વજુભાઈ, મંત્રી વિપુલભાઈ રાઠોડ, ઉ.પ્ર. સંદિપભાઈ પારેખ, મહામંત્રી ભરતભાઈ પિત્રોડા, સહમંત્રી સમીરભાઈ, મહિલા પ્રમુખ જયશ્રીબેન જેઠવા, મહિલા ઉ.પ્ર. ખુશાલી ત્રિવેદી, મહિલા મંત્રી નીકીતાબેન પટેલ, મહામંત્રી રેખા ચૌહાણ, બંસરીબેન સોની જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:04 pm IST)