Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ગાંધીજી જે સાયં પ્રાર્થના કરતા તે અવાજનું રેકોર્ડીંગ ગુંજી ઉઠયુ : પૂ. મોરારીબાપુની ઉપસ્થિતીમાં ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા ભાવવંદના

રાજકોટ : મહાત્મા ગાંધીની ૧૪૯ મી જન્મ જયંતિ નિમિતે  ર ઓકટોબરના ગાંધી સ્મૃતિ ટ્રસ્ટના ઉપક્રમે ગાંધીજીના વિદ્યાર્થીકાળના નિવાસ સ્થાન કબા ગાંધીના ડેલામાં ગાંધી પ્રાર્થનાનો એક વિશિષ્ટ કાર્યક્રમ આયોજીત થયો હતો. પુ. ગાંધીજી દરરોજ સાંજે જે સાયં પ્રાર્થના કરતા હતા તે પ્રાર્થનાનું ટ્રસ્ટે કરાવેલ ખાસ રેકોર્ડીંગનું ગાન (ડીવીડી ઉપર) પાર્થનારૂપે રજુ કરાયુ હતુ. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઇ બહેનો, મહાનુભાવો, નાગરિકોએ ઉપસ્થિત રહી પૂ. ગાંધી બાપુને સુતાંજલી અને પુષ્પાંજલી અર્પણ કરી હતી. પૂ. મોરારીબાપુએ પણ ઉપસ્થિત રહી પ્રાસંગીક પ્રવચનમાં ગાંધી સંદેશનો સાર રજુ કર્યો હતો. આ પ્રસંગે ગાંધી સ્મૃતિ ટ્રસ્ટના મંત્રી ડો. અલ્પનાબેન ત્રિવેદી, ટ્રસ્ટી મનસુખભાઇ જોષી, વિનોદભાઇ ગોસલીયા, ડો. કુમુદબેન નેને વગેરેએ પણ ગાંધીજીને ભાવપૂર્વક વંદના કરી હતી.

(4:01 pm IST)