Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

રૂ.સાડા આઠ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ

રાજકોટ તા.૪: અત્રે અક્ષર ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર દરજ્જે હાર્ડવેર મેન્યુફેકચરીંગ અને રીસેલનો ધંધો કરતા હંસરાજભાઇ કલાભાઇ ગજેરાએ પ્રવિણ મેન્યુફેકચરના નામથી સબમર્શીબલ પંપનો ધંધો કરતા મુકેશ ધીરૂભાઇ પટેલ ગોંડલ રોડ રાજકોટ સામે ૮,૫૦,૦૦૦નો ચેક રીટર્ન થવા બાબતે રાજકોટના કોર્ટમાં ધી નેગો. ઇન્સ્ટુ. એકટની કલમ-૧૩૮ હેઠળ ચેક રીટર્ન થવા સંદર્ભે ફરિયાદ દાખલ કરતા કોર્ટે પ્રવિણ મેન્યુફેકચરના પ્રોપરાઇટ મુકેશ ધીરૂભાઇ વોરા સામે કોર્ટમાં હાજર થવા પ્રોસેસ કાઢેલ છે.

આ કેસની હકીકત એવી છે કે હંસરાજભાઇ કલાભાઇ ગજેરા કે જેઓ અક્ષર ઇન્ડસ્ટ્રીઝના નામથી રામનગર ૧, કોઠારીયા રોડ રાજકોટ મુકામે હાર્ડવેર મેન્યુફેકચરીંગ તેમજ રીસેલનો ધંધો કરતા હોય તેઓ પાસેથી પ્રવિણ મેન્યુફેકચરના નામથી સહજાનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ગોંડલ રોડ રાજકોટ મુકામે ધંધો કરતા મુકેશભાઇ ધીરૂભાઇ વોરાએ ઝીંક એલોય કેબીનેટ હેન્ડલ જુદી જુદી સાઇઝના અને બ્રેકેટ સહિતનો કુલ રૂ.૭,૨૦,૩૪૦નો માલ ખરીદ કરેલ અને તે માલ ઉપર લાગેંલા C.G.S.T. અને S.G.S.T. સહિતનું કુલ રૂ.૮,૫૦,૦૦૦નું બીલ અક્ષર ઇન્ડસ્ટ્રીઝે પ્રવિણ મેન્યુ.ના પ્રોપરાઇટર મુકેશભાઇ ધીરૂભાઇ વોરાને આપેલ.

આ બીલની લેણી રકમ પેટે પ્રવિણ મેન્યુ.ના પ્રોપરાઇટર દરજ્જે મુકેશભાઇ ધીરૂભાઇ વોરાએ અક્ષર ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર હંસરાજભાઇ કલાભાઇ ગજેરાએ  H.D.F.C. બેન્ક રાજકોટમાં વટાવવા નાખતા તે ચેક એકાઉન્ટ કલોઝના શેરા સાથે પરત આવેલ જેથી અક્ષર ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર હંસરાજભાઇએ પ્રવિણ મેન્યફેકચરને કાનુની નોટીસ પાઠવી દિન ૧૫માં બીલ મુજબની લેણી રકમ રૂ.૮,૫૦,૦૦૦ ચુકવી આપવા જણાવેલ છતાં પણ નહિ ચુકવતા પ્રવિણ મેન્યુફેકચર અક્ષર ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર હંસરાજભાઇ કલાભાઇ ગજેરાએ પ્રવિણ મેન્યુ.ના પ્રોપ મુકેશ ધીરૂભાઇ વોરા સામે રાજકોટ કોર્ટમાં ધી નેગો. ઇન્સ્ટુ. એકટની કલમ ૧૩૮ મુજબ ફરિયાદ ગુજારેલ છે. જે ફરિયાદ કોર્ટે રજીસ્ટરે લઇ આરોપી મુકેશભાઇ ધીરૂભાઇ વોરાને કોર્ટમાં હાજર રહેવા માટે પ્રોસેસ કાઢેલ છે.

આ કામમાં અક્ષર ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર હંસરાજભાઇ કલાભાઇ ગજેરા તરફે રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી શ્રી અમીત એસ.ભગત, અનીલ આર. ગજેરા, આનંદકુમાર ડી.સદાવ્રતી, તથા ધર્મેન્દ્ર ડી.બરવાડીયા રોકાયેલ હતા.

(3:59 pm IST)