Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

માડી તારૂ કંકુ ખર્યુ ને સૂરજ ઉગ્યો...

લોહાણા મૈત્રી મંડળ દ્વારા શનિવારે બહેનો- બાળકો માટે એક દિ'નો રાસોત્સવઃ પ્રિન્સ- પ્રિન્સેસ સહિતના ખેલૈયાઓને લ્હાણી અપાશેઃ ઈન્દિરાબેન શીંગાળા

રાજકોટ,તા.૪ : લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા માં જગદંબાના વધામણા આગામી તા.૬ને શનિવારે સાંજે ૫ થી ૭ દરમ્યાન કાલાવડ રોડની કેશરીયા વાડી ખાતે, લોહાણા મૈત્રી મંડળના કાર્યકરી પ્રુમખ શ્રીમતિ કાશ્મીરાબેન નથવાણીના અધ્યક્ષ સ્થાને તથા તમામ આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં બહેનો તથા બાળકો માટે નવરાત્રી ગરબા મહોત્સવનું એકદિવસીય આયોજન કરવામાં આવ્યુ છે.

આસુરીવૃતિના ત્રાસમાંથી ભકતોના મુકત કરવા, નવ નવ દિવસના સંઘર્ષ માટે પૃથ્વી પર અવત્તરણ કરવા આવી રહેલા માં જગદંબાને વાજતે- ગાજતે, ગરબે ઘુમતા- ઘુમતા સર્હષ વધાવવા તેમના બાલુકાઓ થનગની રહ્યા છે. રૂમજુમ પગલે ધીમી ચાલે, મલપતા આવી રહેલા અંબેમાનુ શાર્પ ૪:૩૦ કલાકે કેશરીયાવાડીમાં હર્ષોલાસ સાથે આગમન થશે.

દશેરાના વિજયોત્સવ પૂર્વે અને નવરાત્રીના શુભારંભ પહેલાના વેલકમ માં જગદંબાના આ કાર્યક્રમ માટે પ્રમુખ ઈન્દિરાબેન શીંગાળાના માર્ગદર્શન સાથે મંત્રી અંજનાબેન હિંડોચા, ઈન્દિરાબેન જસાણી, કમલાબેન ભાગ્યાદય, દિપ્તીબેન કક્કડ, રેખાબેન કાથ્રાણી, કીર્તિબેન ગોટેચા, ભાવનાબેન ચતવાણી તથા કલ્પનાબેન પોપટ જહેમત ઉઠાવી રહ્યા છે.

તમામ સભ્ય બહેનો તથા ગેસ્ટ બાળકો સાથેની આ સ્પર્ધામાં તમામ ખૈલેયાઓને વેલડ્રેસ, બેસ્ટ પરર્ફોમ્સ તથા પ્રિન્સ- પ્રિન્સેસના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે સન્માનીત કરવામાં આવશે. તમામને આર્કષક લાણીની ભેટ પણ આપવામાં આવશે. એમ સંસ્થાની યાદી જણાવે છે. (તસ્વીરઃસંદીપ બગથરીયા)(૩૦.૮)

(3:48 pm IST)