Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

શ્રાધ્ધ અંતિમચરણમાં : આસો નવરાત્રી મહાપર્વની ઉજવણી કરવા થનગનાટ : પ્રાચીન ગરબીમાં રાસની તાલીમ

રાજકોટ : શ્રાધ્ધ પક્ષ અંતિમ ચરણમાં છે. આસો નવરાત્રી મહોત્સવ આડે હવે છ દિવસ જ બાકી છે ત્યારે માઇ ભકતો દ્વારા જગત જનની માઁ જગદંબાની આરાધના કરવા તલસાટ અનુભવે છે. પ્રાચીન ગરબી મંડળની બાળાઓ દ્વારા અવનવા પ્રાચીન રાસની તાલીમ પૂરજોશમાં ચાલી રહી છે.  નવરાત્રી ગરબી મહોત્સવ - જંકશન પ્લોટ : છેલ્લા ૫૪ વર્ષથી સૌરાષ્ટ્રની ટોચની નવરાત્રી ગરમી મહોત્સવ જંકશન પ્લોટ ખાતે આસો નવરાત્રી મહાપર્વનું ભકિતભાવથી ઉજવણી કરવામાં આવે છે. ગરબી ઘુમતી બાળાઓના રાસ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. હાલમાં ગરબી મંડળની બાળાઓ ખ્યાતિબેન પરમાર, રિશીતાબેન કાચા, વાલજીભાઇ ડાભી, પ્રવિણભાઇ વ્યાસ, કિર્તીભાઇ સોનેજી, કિશનભાઇ બોરીચા, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, હરીભાઇ વાડોદરાના માર્ગદર્શન તળે અવનવા રાસની તાલીમ લઇ રહી છે. નવરાત્રી ગરબી મહોત્સવની બાળાઓનો સોળંગા રાસ, અઘોરનગારા રાસ, ડાકલા વાગે રાસ, ઘડા રાસ, ટીપ્પણી રાસ મુખ્ય આકર્ષણ છે. ગરબી મંડળના આયોજનને દિપાવવા પ્રમુખ જનકભાઇ કોટક, અશ્વિનભાઇ માણેક, વિજયભાઇ ગોસ્વામી, મહામંત્રી સુરેશભાઇ રત્નેશ્વર, અમીતભાઇ કોટક, રાજુભાઇ ગોસ્વામી, હિમાંશુભાઇ માણેક, કેશવજીભાઇ પરમાર સહિતના જહેમત ઉઠાવે છે. પ્રસ્તુત તસ્વીરમાં રાસની તાલીમ લેતી બાળાઓ તથા આયોજકો નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)(૨૧.૩૧)

(3:45 pm IST)