Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

સીવિલ હોસ્પિટલમાં બેભાન મળેલા અજાણ્યા પ્રૌઢનું મોત

રાજકોટ, તા.૪: શહેરની સીવિલ હોસ્પિટલમાં બેભાન મળેલા અજાણ્યા પ્રૌઢનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ સીવિલ હોસ્પિટલમાં વોર્ડ નં.૧૦ની સામે કોઇ અજાણ્યો પુરૂષ ઉ.વ.  આશરે પ૦ બીમારી સબબ બેભાન હાલતમાં પડેલ હોઇ તેને સારવાર માટે ઇર્મજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જાણ થતા પ્ર.નગર પોલીસ મથકના એએસઆઇ હરેશભાઇ રત્નોતર તથા રાઇટર રવિરાજભાઇ ધગલે અજાણ્યા પ્રૌઢના વાલીવારસની શોધખોળ આદરી છે. મૃતકને સફેદ વાળ અને સફેદ દાઢી છે તેણે બ્લ્યુ લીટીવાળો શર્ટ અને લાલ કલરની લૂંગી પહેરેલ છે. જો કોઇ આ પ્રૌઢના વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસ સ્ટેશન ફોન નં. ૦ર૮૧-ર૪૪૬૦પપ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:55 pm IST)