Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

આદિનાથ દિગંબર જિન મંદિરે શ્રી દશ લક્ષણ પર્યુષણ પર્વે ધર્મોલ્લાસઃ ધાર્મિક આયોજન

શ્રી કુંદ કુંદ કહાન પરિવાર યુવક મંડળ ટ્રસ્ટ સંચાલીત : દરરોજ અભિષેક, પૂજા, પ્રવચન, શાસ્ત્ર સ્વાધ્યાય તથા પ્રતિક્રમણઃ તા.૧૫ના રોજ ઉમરાળા ખાતે ક્ષમાવાણી બસનું આયોજન

રાજકોટ,તા.૪: દિગંબર જૈન સમાજના દશલક્ષણીધર્મ પર્યુષણ પર્વેનો શુભારંભ થયો છે. આદિનાથ દિગંબર જિન મંદિર ખાતે ધાર્મિક આયોજનો યોજાયા છે.

શ્રી પર્વાધિરાજ દશલક્ષણીધર્મ પર્યુષણ પર્વ  મંગળવાર તા .૩ થી  ગુરૂવાર તા.૧ર ભાવપુર્વક ઉજવવામાં આવશે. પર્વ દરમ્યાન શ્રી દિગમ્બર જૈન આદિનાથ અનુસાર શ્રી જિનેન્દ્રભગવાનનો અભિષેક. પુજા, ભકિત, સ્વાધ્યાય, પ્રતિક્રમણ આદિ વિવિધ કાર્યક્રમો થશે. અત્યંત ઉપકારી આધ્યાત્મયોગી, આત્મજ્ઞાની સમ્યકત્વરત્નધારી પુજયશ્રી સદ્દગુરૂદેવશ્રી કાનજીસ્વામીનાં અલૌકિક ભાવસાર સી. ડી. પ્રવચનો તથા વીડિયો પ્રવચનો તથા પ્રશમમૂર્તિ પૂજય ભગવતીમાતા બહેનશ્રી ચંપાબહેનની વિડીયો તત્વચર્ચા રાખવામાં આવશે.

તે ઉપરાંત આ પર્વ દરમ્યાન વિદ્વાન પ્રવચનકાર આત્માર્થી ભાઇ શ્રી ડો. પ્રવિણભાઇ દોશી (રાજકોટ) તત્વસભર શાસ્ત્ર સ્વાધ્યાય કરાવશે. ઉપરાંત પર્વાધિરાજ દશલક્ષણીધર્મ  પર્યુષણ પર્વે વિશેષ કાર્યક્રમમાં રવિવાર તા.૮ ના રોજ  સુગંધદશમી વ્રતદિન, ઉતમ સંયમધર્મદિન, ગુરૂવાર તા.૧૨ના રોજ અનંતચતુર્દશી દિન શ્રી જિનેન્દ્ર ભગવાનનો કળશથી અભિષેક તથા  રવિવાર તા.૧૫ ઉત્તમ ક્ષમાવાણી દિન શ્રી સુવર્ણપુરી (સોનગઢ) ઉમરાળા ખાતે ક્ષમાવાણી બસનું આયોજન કરાયું છે.

પર્યુષણ પર્વે દરરોજ સવારે - ૭ થી ૭:૧૫ શ્રી જિનેન્દ્ર અભિષેક, ૭:૧૫ થી ૮:૧૫ શ્રી જિનેન્દ્ર વિધાન પુજા, ૮:૧૫ થી ૯:૧૫ પૂ.શ્રી. ગુરૂદેવશ્રીનું વિડીયો પ્રવચન, ૯:૧૫ થી ૧૦ આત્માર્થી ભાઇશ્રી ડો. પ્રવિણભાઇ દોશી દ્વારા શાસ્ત્ર સ્વાધ્યાય, ૧૦ થી ૧૦:૧૫ આરતીની ઉછામણી - ભકિત તથા અન્ય જાહેરાતો કરાશે.

જયારે બપોરે ઼૩:૧૫ થી ૪:૧૫ આત્માર્થી ભાઇશ્રી ડો. પ્રવિણભાઇ દોશી દ્વારા શાસ્ત્ર સ્વાધ્યાય, સાંજે ૭  થી ૮ સમુહ પ્રતિક્રમણ, ૮ થી ૮:૧૫ શ્રી જિનેન્દ્ર આરતી, ૮:૧૫ થી ૮:૩૫ પ્રશમમૂર્તિ પૂ. ભગવતી માતાની તત્વ ચર્ચા તથા ૮:૩૫ થી  ૯:ર૦ આત્માર્થી ભાઇશ્રી ડો. પ્રવિણભાઇ દોશી દ્વારા શાસ્ત્ર સ્વાધ્યાય યોજાશે. મુમુક્ષુઓને લાભ લેવા આમંત્રણ પાઠવાયું છે.

(4:44 pm IST)