Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

એઇમ્સ-હિરાસર એરપોર્ટ કામગીરી ઝડપી બનાવાશેઃ કલેકટર રેમ્યા મોહન

રાજકોટ : ગઇકાલે બપોરે ૪ વાગ્યે રાજકોટના નવા કલેકટર શ્રી રેમ્યા મોહને ચાર્જ સંભાળી લીધો હતો, આજે તો કલેકટર કોન્ફરન્સ અર્થે ગાંધીનગર પહોંચ્યા છે. તેમણે ચાર્જ સંભાળ્યા બાદ વિદાય લેતા કલેકટર  ડો. રાહુલ ગુપ્તા પાસેથી રાજકોટ શહેર-જીલ્લાની પ્રાથમિક વિગતો મેળવી હતી, શરૂ થયેલ મતદાર યાદી કાર્યક્રમ, એઇમ્સ-હીરાસર એરપોર્ટ વિગેરે બાબતે જાણકારી મેળવી હતી. તસ્વીરમાં કલેકટર શ્રી રેમ્યા મોહન ચાર્જ સંભાળવા કલેકટર કચેરીએ આવી પહોંચ્યા તે નજરે પડે છે, બીજી તસ્વીરમાં વિદાય લઇ રહેલા કલેકટર ડો. રાહુલ ગુપ્તા પાસેથી પ્રાથમિક વિગતો મેળવતા કલેકટરશ્રી રેમ્યા મોહન જણાય છે, ર૦૦૭ ની બેચના શ્રી રેમ્યા મોહન કચ્છથી રાજકોટ આવી પહોંચ્યા હતા, તેઓ કેરળના થીરૂઅનંતપુરમના વતની છે, શિસ્તના ભારે આગ્રહી છે, અને પારદર્શક વહીવટ માટે રાજયભરમાં જાણીતા છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:43 pm IST)