Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

આદૅશ શ્રાવિકા રત્ન રત્નકુક્ષિણી માતુશ્રી લલિતાબેન હેમાણીનો રોયલ પાકૅ ઉપાશ્રય,રાજકોટ ખાતે સંથારો સીજ્યો:કાલે સવારે 10 વાગે પાલખી યાત્રા

માતુશ્રી લલિતાબેને સાધ્વી રત્ના પૂજ્ય સુબોધિકાબાઈ મ.સ.જેવું અણમોલ રત્ન જિન શાસનને આપ્યુ છે: :રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સાહેબ તથા પૂ.વીરમતિબાઈ મ.સ.આદિ સતિવૃંદે ધમૉનુરાગી લલિતાબેનને અંતિમ સમયની આરાધના કરાવી

રાજકોટ:તા.4: અમરેલી નિવાસી માતુશ્રી લલિતાબેન પોપટલાલ હેમાણીનો આજરોજ તા.4/ ના રોજ સમાધિભાવે અંતિમ સમયની આરાધના સાથે સંથારો સીજી ગયેલ છે.સદ્દગત આત્મા સરળ,ભદ્રિક,ધમૅપ્રેમી હતા.તેઓની નાદુરસ્ત તબિયત હોવા છતાં નિત્ય પૂ.ગુરુદેવના દશૅને આવતા. *અનશન આરાધક લલિતાબેનની પાલખી યાત્રા આવતી કાલે સવાર 10 કલાકે શ્રી રોયલ પાકૅ સંઘ,ઓમાનવાલા ઉપાશ્રય,સી.એમ.શેઠ પૌષધશાળા ખાતેથી જય જય નંદા,જય જય ભદાના જયનાદ સાથે નીકળશે.*

*શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રાંગણે મૃત્યુ મહોત્સવની અનેરી સાધના*

*રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં શ્રીમુખેથી માતુશ્રી લલીતાબેન હેમાણીની સંથારાની સાધના પરિપૂર્ણ થતા પાલખીયાત્રા બુધવારે સવારે 10.00 કલાકે યોજાશે*

શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ સી. એમ. પૌષધશાળા-ઓમાનવાલા ઉપાશ્રયનાં આંગણે અમરેલી નિવાસી હાલ અમેરિકા એવા હેમાણી પરિવારના રત્નકુક્ષિણી માતુશ્રી લલીતાબેન પોપટભાઈ શાહ (હેમાણી)ઉંમર 94 વર્ષ, જેઓ આગમ આરાધિકા પૂજ્ય શ્રી સુબોધિકાબાઈ મહાસતીજીનાં સંસારી માતુશ્રી, તેઓશ્રીએ આજે મંગળવારની પાવન સવારે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં  શ્રીમુખેથી ભવ આલોચના, પ્રતિક્રમણ કરી અને સંથારાના પચ્ચક્ખાણ ગ્રહણ કર્યા બાદ ચતુર્વિધ સંઘ તથા તેમના પરિવારજનોમાંથી સુપુત્ર શ્રી ગિરીશભાઈ શાહ અને સ્વજન શ્રી નિતેશભાઇ કામદાર ની ઉપસ્થિતિમાં 7:22 કલાકે ચત્તારિ શરણમ પવજ્જામિના નાદ સાથે તેઓશ્રીનો સંથારો સીજી ગયો છે. 

માતુશ્રી લલીતાબેનને પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે આદેશ આપતાં અમેરિકા છોડી છેલ્લાં 6 મહિનાથી સાઘના આરાઘના કરવાં ભારત આવેલા હતાં. અંત સમય સુધી વિરલપ્રજ્ઞા પૂજ્ય શ્રી વીરમતીબાઈ મહાસતીજી આદી સર્વ સાધ્વીવૃંદે આખી રાત ધર્મ આરાધના કરાવેલ.

તેમની પાલખીયાત્રા 05.09.2018 સવારે 10.00 કલાકે શ્રી રોયલ પાર્ક ઉપાશ્રયથી નીકળશે.

(4:05 pm IST)