Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

રેસકોર્ષ લોકમેળામાં પરસાણાનગરનો યુવાન રોહિત વોડોદરા ચકડોળમાંથી ફંગોળાયોઃ હાથ ભાંગ્યો

ભાણેજ-ભત્રીજા પડી ન જાય એ માટે પગ આડો રાખ્યો'તોઃ બુટ ચકડોળના ખાનામાં ફસાતાં ફંગોળાયો

રાજકોટઃ લોકમેળાઓમાં કે બીજા કોઇ પણ સ્થળે આનંદ આપતી અલગ-અલગ રાઇડ્સ ઘણીવાર દુઃખનું કારણ પણ બની જતી હોય છે. રેસકોર્ષ લોકમેળામાં ગઇકાલે રાત્રે પરિવારજનો સાથે ફરવા ગયેલો વાલ્મિકી યુવાન રોહિત અમરશીભાઇ વાડોદરા (ઉ.૨૧) ચકડોળમાંથી પડી જતાં શરીરે અને બંને હાથમાં ઇજા થતાં તેમજ એક હાથ ભાંગી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

રોહિતના કહેવા મુજબ પોતે આરએમસીની કચરા ગાડીમાં કલીનર તરીકે કામ કરે છે. પોતે જે ચકડોળમાં બેઠો હતો તેમાં સાથે ભાણેજ વિરાજ (ઉ.૪) અને ભત્રીજો હાર્દિક (ઉ.૧૦) પણ બેઠા હતાં. આ ખાનામાં તેના ત્રણ સિવાય કોઇ નહોતું. નાનકડા ભાણેજ-ભત્રીજા પડી ન જાય એ માટે તેણે પોતાનો પગ લાબો કરીને આડો રાખ્યો હતો. દરમિયાન બૂટ ચકડોળના ખાનામાં ફસાઇ જતાં એ વખતે ઉપરથી જોરદાર હલેસો લાગતાં પોતે બેલેન્સ ગુમાવી બેઠો હતો અને નીચે પટકાયો હતો. સદ્દનસિબે બંને બાળકો ખાનામાં જ રહી જતાં ચમત્કારીક બચાવ થયો હતો. પ્ર.નગર પોલીસે રોહિતનું નિવેદન નોંધ્યું હતું.

રૈયાધાર પાણીના ટાંકા પાસે કિશન કોળી પર ચાર શખ્સોનો હુમલોઃ વાહનમાં તોડફોડ

રાજકોટઃ રૈયાધાર પાણીના ટાંકા પાસે ચામુંડા પાનવાળી શેરીમાં રહેતાં કિશન અમરશીભાઇ વાઘેલા (કોળી) (ઉ.૨૦)ને સુરો, જાવેદ, બાબુ અને લાલાએ મળી ગાળો દઇ ઝાપટ મારી તેમજ ધોકા-પાઇપથી માર મારી તેના મોટર સાઇકલમાં પણ ધોકા-પાઇપ ફટકારી નુકસાન કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. અજયસિંહ ચુડાસમાએ ફરિયાદ નોંધી છે. કિશન અને સુરા વચ્ચે નજીવી બોલાચાલી થયા બાદ સુરાએ લાફો મારી લેતાં વાત વણસી હતી.

(12:18 pm IST)