Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

ભવાનીનગરમાં કોળી અને ઓડ જૂથ વચ્ચેની અથડામણમાં બંને પક્ષના ૩૨-૩૨ સામે ગુનોઃ ૨૬ની ધરપકડ

બે મહિના પહેલા બે પડોશી વચ્ચે સામુ જોવા બાબતે થયેલું મનદુઃખ રથયાત્રા પુરી થયા બાદ વકર્યુ: : એક બીજા પર ધોકા, છરી, પાઇપથી તૂટી પડ્યાઃ પથ્થરમારોઃ પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો

રાજકોટઃ શહેરના રામનાથપરા પાસેના ભવાનીનગરમાં જન્માષ્ટમીની સાંજે પડોશી કોળી અને ઓડ જૂથ વચ્ચે બે મહિના જુના મનદુઃખને લીધે બોલાચાલી થયા બાદ બંને જૂથના ટોળા એક બીજા પર છરી, ધોકા, પાઇપ, તલવાર જેવા હથીયારોથી તૂટી પડતાં અને પથ્થરમારો કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. પોલીસ ટોળાઓને વિખેરવા પહોંચતા પોલીસ ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ બઘડાટીમાં બંને પક્ષના મળી ૧૫ને ઇજા થઇ હતી. ધમાલને પગલે વિસ્તારમાં તંગદીલીનો માહોલ સર્જાયો હતો. જો કે પોલીસે તાબડતોબ વ્યવસ્થા સંભાળી લીધી હતી અને શાંતિ સ્થાપી હતી.  સામ-સામી ફરિયાદ પરથી પોલીસે બંને પક્ષના ૩૨-૩૨ લોકો સામે ગુના દાખલ કરી ૨૬ની ધરપકડ કરી લીધી છે.

જન્માષ્ટમીની રથયાત્રા પુરી થયા બાદ ભવાનીનગર-૪/૯ના ખુણે કોળી અને ઓડ જૂથ વચ્ચે મોટી માથાકુટ શરૃ થઇ જતાં ડીસીપી, એસીપી, પી.આઇ. કયુઆરટીની ટીમ તેમજ અન્ય પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પણ બેકાબૂ બનેલા ટોળાએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કરી દેતાં વધુ ટૂકડી બોલાવી ટોળાને કાબુમાં લઇ લીધા હતાં.

આ ધમાલમાં કોળી જૂથના નયનાબેન વિનોદભાઇ બારીયા (ઉ.૩૦), મનસુખ બીજલભાઇ બારીયા (ઉ.૪૦), હકા ગગજીભાઇ બાંભણીયા (ઉ.૪૦), પિન્ટુ બાબુભાઇ પરમાર (ઉ.૨૫), ભરત અતુલભાઇ બારીયા (ઉ.૨૫) અને મેહુલ અરવિંદભાઇ કોળી (ઉ.૧૮)ને ઇજા થઇ હતી.

તેમજ સામે ઓડ જૂથના શાંતાબેન નાથાભાઇ ગોહેલ (ઉ.૫૦), દક્ષાબેન હીરાભાઇ ચોૈહાણ (ઉ.૩૨), અરવિંદ નાથાભાઇ ગોહેલ (ઉ.૨૮), સોનલ શૈલેષભાઇ ચોૈહાણ (ઉ.૨૬), લક્ષ્મીબેન જનકભાઇ ભટ્ટી (ઉ.૫૦), જગદીશ લખુભાઇ ગોહેલ (ઉ.૪૦), જયેશ ભીખુભાઇ ભટ્ટી (ઉ.૩૬), વિજય ભીખુભાઇ તથા અમુભાઇ રતિભાઇને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

પોલીસે ઓડ જુથના અરવિંદ નાથાભાઇ ગોહેલ (ઉ.૨૮-રહે. ભવાનીનગર-૯)ની ફરિયાદ પરથી તેના જ પડોશી કોળી કોળી કાળુ નારણભાઇ ખેર, હિતેષ કાળુભાઇ, સંજય કાળુભાઇ, સોનલબેન ભાવેશભાઇ, ભાવેશ ભરતભાઇ, કાજલબેન, ગીતાબેન કાળુભાઇ, ભાવેશભાઇ આતુભાઇ, નૈનુબેન, ભરત ઉર્ફ દેગર, સોમા રાની, રણછોડ ઓઘડભાઇ, રાજેશ રણછોડભાઇ, વનેશ સોમાભાઇ, કંચન, ગોવિંદ ભરતભાઇ, ભરત સોમાભાઇ, પિન્ટુ બાબુભાઇ કોળી, મનસુખ બીજલભાઇ, હકા ગગજીભાઇ કોળી, નયનાબેન વિનોદભાઇ, મેહુલ અરવિંદભાઇ કોળી તથા બીજા કોળી લોકોના ૧૦ સ્ત્રી-પુરૃષ સામે આઇપીસી ૩૨૬, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૮૬, ૩૩૨, ૩૭ (૧), ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો.

અરવિંદ ઓડે ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે તથા પરિવારના બીજા લોકો રથયાત્રા પુરિ કરી લત્તામાં આવતાં કોળી જ્ઞાતિના માણસો ભેગા થયેલા હોઇ અને બોલચાલી કરતાં હોઇ પોતાના તથા સાહેદો પર તમામે ગેરકાયદે મંડળી રચી સશસ્ત્ર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ પોલીસ ટોળા વિખેરવા આવતાં તેના ઉપર પણ પથ્થમારો કરી ફરજમાં રૃકાવટ કરી હતી.

સામા પક્ષે નયનાબેન વિનોદભાઇ બારીયા (કોળી) (ઉ.૩૦-રહે. ભવાનીનગર-૪)ની ફરિયાદ પરથી જયેશ ઓડ, જગો, ટીટો, અરવિંદ, ભરત, કાળુ, વિશુ, રોહિત, મુન્નો, પિન્ટુ, વ્જિય, ભાવેશ ભયલો, પપ્પુ ભગા, સુમિત, સુનિલ, કિશોર, દિપક, શાંતાબેન, લક્ષ્મીબેન, દક્ષાબેન, સોનુબેન, જગદીશ ઓડ અને આ જ્ઞાતિના બીજા ૧૦ જેટલા શખ્સો સામે આઇપીસી ૩૨૬, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૮૬, ૩૩૨, ૩૭ (૧) ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

નયનાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે તથા ઘરના બીજા લોકો રથયાત્રામાંથી ઘરે પહોંચ્યા ત્યારે ઓડ શખ્સોએ ગાળો દેવાનું ચાલુ કર્યુહ તું. ના પાડતાં ઝઘડો કરી છરી, પાઇપ, ધોકાથી હુમલો કરી પથ્થરમારો કર્યો હતો અને પોલીસ ઉપર પણ પથ્થર ફેંકયા હતાં.

પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ કે. એ. જાડેજા, શૈલેષભાઇ, પ્રવિણભાઇ સહિતની ટીમે બંને ફરિયાદો નોંધી હતી. એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, એસીપી બી. બી. રાઠોડની રાહબરીમાં ટીમોએ ઓડ જુથની ફરિયાદમાં ૧૨ શખ્સની અને કોળી જુથની ફરિયાદમાં ૧૪ની ધરપકડ કરી લીધી છે. આજે પણ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી રખાયો છે. બે મહિના પહેલા ઓડ અને કોળી લોકો કે જે પડોશી છે તેની વચ્ચે સામુ જોવા બાબતે બોલાચાલી થઇ હતી. તેનો મનદુઃખને લીધે આ ધમાલ મચી ગઇ હતી. (૧૪.૯)

(12:15 pm IST)