Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ત્રિદિવસીય જયપુર ફૂટ કેમ્પ સંપન્ન : ૧૧૮ દર્દીએ લાભ લીધો

રાજકોટ : સરગમ કલબ અને કમાણી ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે ત્રિદિવસીય જયપુર કેમ્પ યોજાયેલ. આ કેમ્પમાં કુલ ૧૧૮ દર્દીએ લાભ લીધેલ જેમાં કેલીપર્સના દર્દી-૩૩ અને લેગ (પગ) ના ૮૦ રીપેરીંગ પ દર્દીઓએ વિનામુલ્યે લાભ લીધેલ. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના જણાવ્યા અનુસાર આ કેમ્પમાં જરૂરત મંદોને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે. સાથોસાથ કેલીપર્સ અને ઘોડી વગેરે વિનામૂલ્યે આપવામાં આવેલ છે. આ કેમ્પની સફળતા માટેે સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઇ પટેલ અને કમાણી ફાઉન્ડેશનના દીપકભાઇ કમાણી તેમજ રશ્મીભાઇ કમાણીનો સહયોગ મળેલ. આ કેમ્પને સફળ બનાવવા માટે કમાણી ફાઉન્ડેશનના મનીષભાઇ મારૃં કિશોરભાઇ પરમાર જે કે સરાઠે, તેમજ સરગમ કલબના કમિટી મેમ્બર પ્રફુલભાઇ મીરાણી, કનૈયાલાલ ગજેરા, તેમજ સરગમ-લેડીઝ-કમિટી મેમ્બરો ભાવનાબેન ધનેશા, ભાવનાબેન મહેતા, મીનાક્ષીબેન જોશી, કૈલાશબેન વાળા, દેવાંશીબેન સેઠ, અનુશ્રીબેન ગુજરાતી, જયોતિબેન પીઠડીયા, આશાબેન ભુછડા, સુધાબેન દોશી, જયશ્રીબેન વ્યાસ વગેેરેએ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં રાજસ્થાનનાં ડોકટરો જગનલાલ ચોધરી, હેમંત શર્મા, તુફાનસિંહ તોમર વગેરે સેવા આપેલ, આવનારા તમામ દર્દીઓને વિનામૂલ્યે ચા-પાણી આપવામાં આવેલ. 

(3:14 pm IST)