Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

કારસેવકો વર્ણવશે રોમાંચક અને રસપ્રદ સંઘર્ષની ગાથાઃ રાત્રે કાર્યક્રમ

કમલેશ જોશીપુરાના એફબી અને ટવીટર ઉપર જીવંત પ્રસારણ

રાજકોટ તા. ૪ :.. આવતીકાલે પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ભગવાન શ્રી રામની જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવા અર્થે પાવનકારી ભૂમિપૂજન શિલાન્યાસ વિધિ સંપન્ન થઇ રહેલ છે ત્યારે આજે તેની પૂર્વ સંધ્યાએ રાત્રે ૯ વાગ્યે ૧૯૯૦ માં જબરદસ્ત સંઘર્ષ કરી અયોધ્યા પહોંચેલ કારસેવકો virtual google meet  માધ્યમથી પોતાના અનુભવોની રસપ્રદ અને રોમાંચક ગાથા વર્ણવશે.

 આ કાર્યક્રમ ફેઇસ બુક ઉપર કમલેશ જોશીપુરાના ફેઇસ બુક એકાઉન્ટ ઉપર તેમજ ટવીટર ઉપર કમલેશ જોશીપુરામાં જીવંત પ્રસારણ થશે.

વરિષ્ટ અગ્રણી તેમજ ઇન્ડિયન લાયન્સના સ્થાપક શ્રી હિતેશભાઇ પંડયાની ઉપસ્થિતીમાં શ્રી કમલેશ જોશીપુરા, શ્રી કલ્પક ત્રિવેદી તથા શ્રી કશ્યપ શુકલ ઉપરાંત શ્રી પ્રકાશ ટીપરે અનુભવો કહેશે. શ્રી ભરત રામાનુજ કારસેવકોનો પરિચય આપશે. સર્વશ્રી પૃથ્વીસિંહ જાડેજા, બિપીન ખીરા, દિવ્યાંગ ભટ્ટ, નલિન જોશી, ઉપરાંત શ્રી યોગેશ દવે તથા દુષ્યંત ઉપાધ્યાય વગેરે ઉપસ્થિત રહેશે.

(3:48 pm IST)