Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

પૂ.નમ્રમુનિ મ.સા.ની નિશ્રામાં બે મહાસતીજીઓના માસક્ષમણ તપના પારણા સંપન્ન

પૂ.પરમકૃપાજી મ.સ.એ ૬ વર્ષ પહેલા તથા પૂ.પરમ નમસ્વીજીએ ૬ માસ પહેલા દિક્ષા અંગીકાર કરેલ

રાજકોટ તા.૪ : જૈન સમાજમાં ચાતુર્માસમાં જપ,તપ, આરાધના ઉપવાસની હેલી ચાલી રહી છે. કોરોનાના આપત્તીકાળમાં પણ જૈનો ઘરબેઠા તપ-આરાધના કરી રહ્યા છે. રાષ્ટ્રસંત પૂ નમ્રમુનિ મ.સા.ના સાંનીધ્યમાં જુનાગઢ મુકામે  પૂ. પરમ કૃપાજી મ.સ.તથા પૂ. પરમ નમસ્વીજી મ.સ.ની માસક્ષમણની આરાધનાના પારણા યોજાયા હતા.

રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ની નિશ્રામાં ગિરનાર ખાતે ૪૦ સંત-સતીજીઓ ચાતુર્માસ વ્યતિત કરી રહ્યા છે. માસક્ષમણ કરનાર પૂ.પરમ કૃપાજીએ ૬ વર્ષ પહેલા તથા પૂ. પરમ નમસ્વીજીએ ૮ માસ પહેલા પૂ.નમ્રમુનિ મ.સા.ના શ્રીમુખેથી દિક્ષા અંગીકાર કરેલ. જયારે પૂ. પરમ પવિત્રાજી મ.સ.૧૩ ઉપવાસ પૂર્ણ કરી આગળ વધવાના ભાવ ધરાવે છે.

ઓનલાઇનના માધ્યમ દ્વારા પૂ.નમ્રમૂનિ મ.સા.આદી સંત-સતીજીઓના દર્શન-વાણીનો લાભ દેશ-વિદેશના હજારો ભાવિકો લઇ રહ્યા  છે. મહાસતીજીઓની તપસ્યા અંગેના કાર્યક્રમોમાં પ દિવસની સાંજી, સ્તવન, અનુમોદના આયોજન પણ લાઇવ ટેલીકાસ્ટ નિહાળી ભાવિકો ધન્યતા અનુભવેલ.

(2:52 pm IST)