Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

પાંચ સ્થળે જુગારના દરોડાઃ ર૯ પકડાયા

ક્રાઇમબ્રાંચે મકાન અને ફલેટમાંથી ૧૩, તાલુકા પોલીસે મકાનમાંથી ૬, ગાંધીગ્રામ પોલીસે મકાનમાંથી પ, માલવીયાનગર પોલીસે પને દબોચ્યા

રાજકોટ તા. ૪ : શહેરના અલગ અલગ પાંચ સ્થળે પોલીસે બાતમીના આધારે ત્રણ મકાન, એક ફલેટ અને જાહેરમાં દરોડો પાડી જુગાર રમતા ર૯ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજાએ શહેરમાં દારૂ અને જુગારના કેસો શોધી કાઢવા માટે સુચના આપતા ક્રાઇમબ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જે. જાડેજા, હેડ કોન્સ જયેશભાઇ, હિતેન્દ્રસિંહ, જયદીપસિંહ, અમીનભાઇ, વિરેન્દ્રસિંહ, હિરેન્દ્રસિંહ, જીજ્ઞેશભાઇ સહિત પેટ્રોલીંગમા હતા ત્યારે કોન્સ. અમીનભાઇ, જયેશભાઇ, જયદીપસિંહને મળેલી બાતમીના આધારે ગાંધીગ્રામ લાભદીપ સોસાયટી શેરી નં.પમાં રહેતી વૃદ્ધાના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાનમાલીક અનસોયાબેન પ્રવિણભાઇ જેઠવા (ઉ.૬૦) જગદીશ રમેશભાઇ મકવાણા (ઉ.૩૪), માધાપર ગામ ગોલ્ડન પોટીકો એપાર્ટમેન્ટના રવી દિનેશભાઇ ગણાત્રા (ઉ.ર૭), ગાંધીગ્રામ-૪ના જયશ્રીબેન મુકેશભાઇ મકવાણા (ઉ.૪ર), આસ્થાસાંગ્રીલા બ્લોક નં.૩ર ના સંગીતાબેન ભરતભાઇ ચૌહાણ (ઉ.પર), લાભદીપ સોસાયટી શેરી નં.૩/૪ના કીર્તીબેન તેજશભાઇ રાજયગુરૂ (ઉ.૩૩) અને જીવંતીકા સોસાયટી શેરી નં. ૩ના પ્રિયાબેન હિતેનભાઇ ચૌહાણ (ઉ.ર૯) ને પકડી લઇ રૂ.૩પ,૧૦૦ ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.અને હાલમાં કોરોના મહામારી અંતર્ગત જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

જયારે બીજા દરોડામાં ક્રાઇમબ્રાંચના પીએસઆઇ પી.એમ.ધાખડા, એએસઆઇ જે.એમ. પરમાર તથા રાજદીપસિંહ ગોહીલ, જે.પી.મેવાડા, એભલભાઇ બરાલીયા, સોકતભાઇ ખોરમ, સ્નેહભાઇ ભાદરકા, સહિત પેટ્રોલીંગમા હતા ત્યારે એએસઆઇ જે.એમ.પરમાર અને એભલભાઇને મળેલી બાતમીના આધારે રૈયાધાર પાસે ધરમનગર ડ્રીમસીટી એપાર્ટમેન્ટ ચોથામાળે ફલેટ નં.૪૦૪મા દરોડો પાડી જુગાર રમતા ફલેટ માલીક ભાવીક ભવાનભાઇ રાઠોડ (ઉ.૩૦), કાલાવડ રોડ પ્રેમમંદિર પાસે રવીપાર્ક પાસે હાઉસીંગ બોર્ડ એલ-ર/પર ના જયેશ હિંમતલાલભાઇ ગાંધી (ઉ.પ૧), ગાંધીગ્રામ ગાંધીનગર શેરી નં. ૩ના રમેશ વિનુભાઇ માંડલીયા (ઉ.૩૦), સુભાષ વલ્લભભાઇ ધામેચા(ઉ.પર) ગાંધીગ્રામના નાણાવટી ચોક વિતરાગ સોસાયટી બી-૬ના નિલેષ લીલાધરભાઇ મોદી (ઉ.૬૩) અને ગાંધીનગર સોસાયટી શેરી નં.૩ના રૂષભ મહેશભાઇ મહેતા (ઉ.૩ર) ને પકડી લઇ રૂ.૪૪૮૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

ભીમનગર સોસાયટીમાંથી છ શખ્સો પકડાયા

તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.ડી.ડામોર, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, હેડ કોન્સ વિજયગીરી, પ્રદિપસિંહ, ભગીરથસિંહ, વિરેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ, મનીષભાઇ, હર્ષરાજસિંહ, ધર્મરાજસિંહ અને રૂપેશભાઇ પટેલ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એએસઆઇ હર્ષદસિંહ, વિરેન્દ્રસિંહ અને ધર્મરાજસિંહને મળેલી બાતમીના આધારે કાલાવડ રોડ ભીમનગર સર્કલ પાસે ભીમનગર સોસાયટી શેરી નં.૩મા મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક કાળુ દેવાભાઇ સોંદરવા (ઉ.૪પ) ભીમનગર-૩ના દીનેશ નરશીભાઇ સોલંકી (ઉ.૩૭) ગૌત્તમ મુળજીભાઇ સોંદરવા (ઉ.૪૦) અનિલ મનજીભાઇ પરમાર (ઉ.ર૯) ભીમનગર સોસાયટી શેરી નં.૩ના કાંતીલાલ સામજીભાઇ વાઘેલા (ઉ.પર), અને મોટામવા વણકરવાસના ગૌત્તમ કરશનભાઇ દાફડા (ઉ.૪પ)ને પકડી લઇ રૂ.૮,પ૭૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી અને છએ શખ્સો વિરૂદ્ધ જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

અક્ષરનગરમંથી પ જુગારી પકડાયા

ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.વી.સોમૈયા, એએસઆઇ જે.એસ.હુંબલ, એએસઆઇ પી.એન.પરમાર, ગોપાલભઇ બોળીયા, અર્જુનભાઇ ડવ, અને ધારાભાઇ વાનરીયા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે અર્જુનભાઇ અને ગોપાલભાઇને મળેલી બાતમીના આધારે ગાંધીગ્રામ અક્ષરનગર શેરી નં.૧ માં આવેલા મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાનમાલીક દીપેશ દીલીપભાઇ કમ્બોડીયા (ઉ.ર૦), ગૌતમનગરના નટુ લખમણભાઇ વાળા (ઉ.૬૦), ગાંધીગ્રામના રોહીત નારણભાઇ બેરડીયા (ઉ.ર૦) ઘરમનગર પાછળ, મફતીયાપરાના જયેશ રાધેભાઇ પ્રસાદ (ઉ.ર૧) અને સંજયનગર-પના ભાવેશ વીશ્રામભાઇ ચૌહાણ (ઉ.રર)ને પકડી લઇ રૂ.પ૬૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. અને પાંચેય શખ્સો વિરૂદ્ધ જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

લક્ષ્મી સોસાયટીમાંથી પાંચ શખ્સો પકડાયા

માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.એલ. ખટાણા, ભાવેશભાઇ, યુવરાજસિંહ મેધનાબેન, રોહીતભાઇ તથા ભાવીનભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે નાનામવા રોડ પર લક્ષ્મીસોસાયટી શેરી નં.૧માં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા લક્ષ્મી સોસાયટીના સુકેતુ કરશનભાઇ રાઠોડ (ઉ.૪૦) શેરી નં.પના અમીત કરશનભાઇ રાઠોડ (ઉ.૩૭) જયશકિત સોસાયટી શેરી નં.૧ના વિજય પોપટલાલ મકવાણા (ઉ.૩૩) અને શેરી નં.૬ ના પ્રકાશ વાલજીભાઇ રાખોલીયા (ઉ.૪૦) ને પકડી લઇ રૂ.૪૭૪૦૦ની મતા કબ્જે કરી કાયવાહી કરી હતી.

(2:52 pm IST)