Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં પડોશણે ઝઘડો કરતાં હંસાબેનને છાતીમાં ગભરામણ

પડોશી પુષ્પાબેને 'તમે શું મારા ઘર સામે જોયા કરો છો?' કહી બારીના કાચ ફોડી દરવાજામાં પણ તોડફોડ કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૪: રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપ આવાસ યોજના કવાર્ટર નં. ૨૦૧માં રહેતી હંસાબેન નથુભાઇ કોરડીયા (ઉ.વ.૩૫) નામની મહિલા સાથે પડોશમાં રહેતી પુષ્પાબેન વાઘેલા નામની મહિલાને ઝઘડો કરતાં અને ધમકી આપતાં તેમજ બારીના કાચ ફોડી નાંખી દરવાજામાં પણ તોડફોડ કરતાં હંસાબેનને છાતીમાં દુઃખાવો ઉપડી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. હંસાબેનના સગાના કહેવા મુજબ પડોશમાં રહેતી મહિલાના ઘરે માણસોની અવર-જવર થતી હોઇ તેની સામે જોતાં તેણીએ તમે શું આખો દિવસ જોયા કરો છો? તેમ કહી ઝઘડો કરતાં અને ગાળો દેતાં તેને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ બારીના કાચ ફોડી નાંખી દરવાજામાં તોડફોડ કરતાં હંસાબેનને છાતીમાં ગભરામણ થઇ જતાં દાખલ કરવા પડ્યા હતાં. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(1:07 pm IST)