Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીજી પરીક્ષાનો પ્રારંભ

૧૧ હજાર પરીક્ષાર્થીઓ :૬૬ કેન્દ્રો ઉપર થર્મલ ગનથી પરીક્ષાર્થીઓનું ટેમ્પરેચર મપાશે, ખાસ નીરીક્ષકો નિમાયા

રાજકોટઃ કોરોનાના કહેર વચ્ચે પરીક્ષા લેવી મુશ્કેલ બનતા ૩ માસ બાદ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પોસ્ટ ગ્રેજયુએશનની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે.  જાણવા મળતી વિગત મુજબ એમએ એમકોમ એમએસસી સેમેસ્ટર-૪ ની પરીક્ષા રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને અમરેલી જીલ્લાના ૬૬ કેન્દ્રો ઉપર પરીક્ષા લેવામાં આવી રહી છે. કોરોનાના કહેર વચ્ચે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇ તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓનું થર્મલ ગનથી ટ્રેમ્પરેચર મપાશે અને સેનીટાઇઝ પણ કરવામાં આવ્યું છે. પરીક્ષામાં તમામ જીલ્લા ઉપર સીન્ડીકેટ સભ્યને ખાસ નોડલ ઓફીસર તરીકે નિમાવવામાં આવ્યા છે. આજે સવારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા કુલપતિ ડો.નિતિન પેથાણી સહીતના ગયા હતા તે સમયની તસ્વીર.

(1:04 pm IST)