Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

તિનપત્તી અને ઘોડીપાસાના જૂગાર પર દરોડાઃ ૧૩ પકડાયા

ક્રાઇમ બ્રાંચે ખોડિયારનગરમાં વૃધ્ધ વલી સંધીના ઘરમાં અને ભકિતનગર પોલીસે ઢેબર રોડ ગુરૂકુળ પાસે પટમાં દરોડો પાડ્યો

રાજકોટ તા. ૪: ક્રાઇમ બ્રાંચે ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપ પાછળ મચ્છો માતાના મંદિર સામે રહેતાં મુસ્લિમ વૃધ્ધના મકાનમાં બાતમી પરથી દરોડો પાડી જૂગારધામ ઝડપી લઇ રૂ. ૩૧૨૦૦ સાથે ૯ની ધરપકડ કરી હતી.

ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. વિરદેવસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ગોહિલ, ડાયાભાઇ બાવળીયાને બાતમી મળતાં પીએસઆઇ કે. કે. જાડેજા, હેડકોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા, કોન્સ. પ્રદિપસિંહ જાડેજા, શૈલેષગીરી સહિતની ટીમે ખોડિયારનગર-૧૬માં રહેતાં વલી અલીમહમદ કાટીયાર (સંધી) (ઉ.૬૫)ના ઘરમાં દરોડો પાડી તેને તથા યુસુફ વલીભાઇ કાટીયાર (ઉ.૩૫-રહે. ખોડિયારનગર-૧૬), દશરથસિંહ કાળુભા જાડેજા (ઉ.૪૫-રહે. સિતારામ સોસાયટી-૭, હુડકો પાસે મુળ વિરપડીયા મોરબી), વિપુલ મૈયાભાઇ બાંભવા (ઉ.૩૨-રહે. ખોડિયારનગર-૧૬), કાળુ વાઘજીભાઇ સોલંકી (ઉ.૩૨-રહે. ખોડિયારનગર-૧૫), અમીન આમદભાઇ ઇરાની (ઉ.૩૪-રહે. ખોડિયારનગર-૩), જમાલ કાસમભાઇ અભેસોરા (ઉ.૩૫-રહે. ખોડિયારનગર-૩), રાજુ ગોવિંદભાઇ બાંભવા (ઉ.૩૭-રહે. ખોડિયારનગર-૧૬) તથા વૃજલાલ  હીરાદાસ રામકબીર (ઉ.૫૦-રહે. ગુલાબનગર-૨૦)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૩૧૨૦૦ કબ્જે લીધા હતાં. વૃધ્ધ વલી કાટીયારે નાલ ઉઘરાવી જૂગાર રમાડવાનું શરૂ કર્યુ હતું.

 ઘોડીપાસનો દરોડો

જ્યારે ભકિતનગર પોલીસે ઢેબર રોડ ગુરૂકુળ પાસેના પટમાં ઘોડીપાસનો જૂગાર રમી રહેલા ભાવેશ ગોરધનભાઇ સુરાણી (રહે. મુંજકા), બોદુ રહેમાનભાઇ સેવંગીયા (રહે. મવડી પ્લોટ-૨), અશ્વિન છગનભાઇ મકવાણા (રહે. વિજય પ્લોટ-૨૫) અને યોગેશ છગનભાઇ પરમાર (રહે. ગીતાનગર-૧)ને પકડી લઇ બે નંગ ઘોડીપાસા અને રૂ. ૧૧૩૦૦ રોકડા કબ્જે લીધા હતાં. પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક, સલિમભાઇ મકરાણી, કોન્સ. ભાવેશભાઇ મકવાણા, વિક્રમભાઇ ગમારા, દેવાભાઇ ધરજીયા, વાલજીભાઇ જાડા, દિવ્યરાજસિંહ ઝાલા અને રાજેશભાઇ ગઢવીએ આ દરોડો પાડ્યો હતો.

શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈની, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા, એસીપી પૂર્વ બી. બી. રાઠોડ તથા પી.આઇ. એચ. એમ. ગઢવી અને પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરી હેઠળ ઉપરોકત દરોડા પાડવામાં આવ્યા હતાં. (૧૪.૬)

(4:16 pm IST)