Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

આશાનું કિરણ બંધાયુ... ૪૮ કલાકમાં હવાનું હળવુ દબાણ સર્જાશે

રાજકોટઃ વરસાદ ખેંચાતા લોકો નિરાશ થયા છે. ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારે એક આશાનું કિરણ દેખાયું છે. ૪૮ કલાકમાં બંગાળ અને ઉપ મહાસાગરમાં હવાનું હળવુ દબાણ સર્જાશે. જે હાલની પરિસ્થિતિ જોતા મધ્ય અને ઉત્તર ભારતમાં અસર કરશે. જેની અસરથી સૌરાષ્ટ્રમાં તા.૯ થી ૧૧ ઓછાવતા પ્રમાણમાં વરસાદની શકયતાઓ દર્શાઈ રહી છે. આ સિસ્ટમ્સ બન્યા બાદ કંઈ દિશા તરફ આગળ વધે છે. તેના પર વરસાદની માત્રાનો આધાર છે.(૩૦.૫)

(4:07 pm IST)