Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

નેશનલ શ્રોફ સામે બાકી રકમની વસુલાત અન્વયે દરખાસ્ત થતાં કોર્ટ દ્વારા નોટીસ

રાજકોટ તા.૪: સમાધાનમાંથી ફરી જતા નેશનલ શ્રોફ સામે બાકી રકમની કોર્ટમાં દરખાસ્ત થતાં અદાલત દ્વારા નોટીસ ઇસ્યુ કરવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે જયેશ નવલસિંહ પરમાર, રહે.૮-ભકિતનગર સોસાયટી વાળાએ રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલ વૈભવ ટ્રેડ સેન્ટર બિલ્ડીંગમાં આવેલ શ્રી નેશનલ શ્રોફ અને તેના જવાબદાર વ્યકિત પ્રતીવાદીઓ અનિલભાઇ જોસીંગભાઇ સોલંકી તેમજ રણજીતભાઇ વાઘેલા રહે.રાજકોટ સામે શ્રોફમાં વાદીના પિતાએ મુકેલ રકમ રૂ.૯૩૩૭૨૫ (નવ લાખ તેત્રીસ હજાર સાતસો પચ્ચીસ પુરા) પરત મેળવવા કોર્ટમાં બે દાવા કરેલ.

આ દાવામાં વાદીનાં એડવોકેટ બકુલ રાજાણી દ્વારા ઉપરોકત દાવામાં પ્રતિવાદીઓ કોર્ટમાં હાજર થતા પ્રતિવાદીઓ સાથે સમાધાન કરી રૂ.૯૩૩૭૨૫ (નવ લાખ તેત્રીસ હજાર સાતસો પચ્ચીસ પુરા) ચુકવવાનું નક્કી કરતા પ્રતિવાદીઓએ રૂ.૮૩૩૭૨૫ (આઠ લાખ તેત્રીસ હજાર સાતસો પચ્ચીસ પુરા) ચુકવવાનું નક્કી કરતા પ્રતિવાદીઓએ રૂ.૮૩૩૭૨૫ (આઠ લાખ તેત્રીસ હજાર સાતસો પચ્ચીસ પુરા) ચુકવ્યા અને બાકીની રહેતી રકમ રૂ.૧૦૦૦૦૦ (એક લાખ પુરા) નહી ચુકવતા રાજકોટના સ્મોલ કોર્ટના પ્રીન્સીપલ જજના હુકમનામા ના પાલન કરવા અને રૂ.૧૦૦૦૦૦ (એક લાખ પુરા) વસુલ કરવા એડવોકેટ મારફત દરખાસ્ત દાખલ કરતા સ્મોલ કોર્ટના જજએ દાખલ કરેલ દરખાસ્ત ધ્યાને લઇ પ્રતિવાદીઓ સામે નોટીસ ઇસ્યુ કરેલ છે.

આ કામના વાદી (લેણદાર)વતી રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી બકુલ રાજાણી, રાજેન્દ્રસિંહ ગોહિલ, પ્રકાશ પરમાર, ભાવેશ હાપલીયા, ઇન્દુભા રાઓલ, સતીશ મંુંગરા, અમીત જનાણી, કલ્પેશ સાકરીયા વગેરે રોકાયેલ હતા.(૯.૧૮)

(4:00 pm IST)