Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

કારખાનાઓનો મિલ્કત વેરો ઘટતા કોર્પોરેશનને ૧૦ કરોડનું નુકશાન

શહેરમાં અંદાજે ૧૩૦૦૦ જેટલાં કારખાનાઓમાં ઓછામાં ઓછા ૩૦ ટકા વેરો ઘટી જશે

રાજકોટ તા.૩: મ્યુ.કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમીટીમાં કારખાનાઓનો વેરો ઘટાડવાનો નિર્ણય લેવાતા મ્યુ.કોર્પોરેશનને વર્ષે ૧૦ કરોડનું નુકશાન થશે. કેમકે આ આવક હવે સદાયને માટે નહી થાય.

આ અંગે સતાવાર સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આજે મળેલી સ્ટેન્ડીંગ કમીટીએ ઇન્ડસ્ટ્રીઝ (કારખાના) માટે મિલ્કત વેરાનો દર જે ૨.૫૦ હતો તે ઘટાડીને ૧.૭૫ નો કરી નાખ્યો એટલે કે વેરાનાં દરમાં ૩૦ ટકા જેટલો ઘટાડો થયો છે.

આ હિસાબે જોઇએ તો નાના કારખાનાઓમાં સરેરાશ ૧૫૦૦ અને મોટા કારખાનાઓમાં સરેરાશ ૨૦ હજાર થી વધુનો વેરો ઘટી જશે.

નોંધનીય છે કે મ્યુ.કોર્પોરેશનના ચોપડે અંદાજે ૧૩૦૦૦ જેટલાં કારખાનાઓ નોંધાયેલ છે. આમ ઉપરોકત વેરા ઘટાડો મંજુર થતાં મ્યુ. કોર્પોરેશનને કારખાનાથી જે વેરા આવક થવાની હતી તેમાં હવે વર્ષે ૧૦ કરોડ જેટલું નુકશાન થશે. (૧.૨૯)

(3:37 pm IST)