Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

રાજકોટની કોરોના હોસ્પિટલના પાંચેય માળ કોરોના દર્દી માટે ફાળવી દીધા : ૧૦૩ પોઝીટીવ દર્દીઓ સારવારમાં

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલ સ્પેશ્યલ કોવિડ-૧૯ હોસ્પિટલમાં તમામ પાંચે-પાંચ માળ હવે કોરોનાના પેશન્ટ માટે ફાળવી દીધેલ છે : આજ સવાર સુધીમાં કુલ ૧૨૫ શંકાસ્પદ કોરોના કેસોમાં ૧૦૩ પોઝીટીવ દર્દી સામેલ છે : કોવિદ હોસ્પિટલમાં ૨૫૦ બેડની વ્યવસ્થા છે : ૧૦૩ પોઝીટીવ ઉપરાંત બાળકો માટે, શંકાસ્પદ કોરોના દર્દી માટે કેટલાક બેડ ફાળવાયા છે : અહિં રહેલ આઈસીયુ દર્દીઓને જૂની જગ્યાએ ખસેડ્યાનું સત્તાધીશોએ જણાવેલ.

(3:56 pm IST)