Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

નાળોદાનગરમાં મકાનમાંથી દારૂની ૨૧ બોટલ સાથે મનોજ પરમાર પકડાયો

રાજકોટ,તા.૪: શહેરના હુડકો કવાર્ટર પાસે હુડકો પોલીસ ચોકી પાછળ નાળોદાનગરમાં ભકિનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મકાનમાંથી દારૂની ૨૧ બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ.એલ.રાઠોડ ની સુચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદશર્ન હેડળ પીએસઆઇ પી.બી. જેબલીયા હેડ કોન્સ. ફીરોજભાઇ શેખ, વિક્રમભાઇ ગમારા, રણજીભતસિંહ પઢારીયા, સલીમભાઇ મકરાણી, દેવાભાઇ ધરજીયા, ભાવેશભાઇ મકવાણા, વાલજીભાઇ જાડા, મનીષભાઇ શીરોડીયા, દિવ્યરાજસિંહ ઝાલા, રવિરાજભાઇ ગઢવી, અને હિતેન્દ્રસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગ હતા. ત્યારે કોન્સ. દેવાભાઇ અને ભાવેશભાઇ મકવાણાને મળેલી બાતમીના આધારે હુડકો પોલીસ ચોકીની પાછળ નોળાદાનગર શેરી નં.૪માં આવેલ મકાનમાં દરોડો પાડી રૂ. ૮,૪૦૦ની કિંમતની દારૂની ૨૧ બોટલ સાથે મનોજ વિનોદભાઇ પરમાર (ઉવ.૨૫)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.(૨૨.૧૮)

(2:31 pm IST)