Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

સંગઠનપર્વ અંતર્ગત ભાજપ દ્વારા વિવિધ વોર્ડમાં બેઠક

રાજકોટ : રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતભરમાં સંગઠન પર્વ ર૦૧૯ આગામી તા. ૬ જૂલાઇના રોજ એટલે કે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મ દિવસથી ભાજપ દ્વારા સદસ્યતા વૃધ્ધિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવનાર છે, તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના દરેક વોર્ડમાં બેઠકોનો પ્રારંભ કરવામાં આવેલ તે અંતર્ગત શહેરના વોર્ડ નં. ૬, ૮, ૧૧, ૧ર, ૧પ, ૧૬, ૧૭, ૧૮ માં બેઠક યોજવામાં આવી હતી. આ તકે શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, સંગઠન પર્વના ઇન્ચાર્જ વિરેન્દ્રસિંહ ઝાલા, સહઇન્ચાર્જ પુષ્કર પટેલ, ડો. દર્શીતાબેન શાહ, રાજુભાઇ બોરીચા, હરેશ જોષી, નિતીન ભુત, પ્રદીપ ડવ તેમજ વોર્ડ નં. ૬ માં શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડએ માર્ગદર્શન આપ્યું હતું આ તકે વોર્ડ પ્રમુખ ઘનશ્યામ કુંગશીયા, મહામંત્રી જગાભાઇ રબારી, દુષ્યંત સંપટ, કોર્પોરેટર દલસુખ જાગાણી, મુકેશ રાદડીયા, નયનાબેન પેઢડીયા, કિન્નરીબેન ચૌહાણ, ભાવેશ દેથરીયા, સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. જયારે વોર્ડ નં. ૮ માં ડો. દર્શીતાબેન શાહ, નિતિન ભુતએ માર્ગદર્શન આપ્યું હતું. આ તકે શહેર ભાજપ મંત્રી રઘુભાઇ ધોળકીયા, મહેશ રાઠોડ, વોર્ડ પ્રમુખ વી.એમ. પટેલ, મહામંત્રી કાથડભાઇ ડાંગર, રમેશ ચાવડીયા, કોર્પોરેટર રાજુભાઇ અઘેરા, જાગૃતિબેન ઘાડીયા, વિજયાબેન વાછાણી, હર્ષીદાબેન કાસુંદ્રા, અલ્કાબેન કામદાર તેમજ વોર્ડ નં.૧૧માં પ્રદીપ ડવએ માર્ગદર્શન પુરૂ પાડેલ. આ તકે વોર્ડ પ્રભારી અશ્વિન પાંભર, વોર્ડપ્રમુખ પ્રવીણ પાઘડાર, સંજય દવે, સંજય પીપળીયા, પ્રવીણ ઠુંમર તથા વોર્ડ નં.૧રમાં રાજુભાઇ બોરીચાએ માર્ગદર્શન પુરૂ પાડેલ. આ તકે યોગરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતાં. વોર્ડ નં.૧પમાં પુષ્કરભાઇ પટેલએ માર્ગદર્શન પુરૂ પાડેલ. આ તકે માવજીભાઇ ડોડીયા, ભીખુભાઇ ડાભી, મહેશ બથવાર, રત્નાભાઇ મોરી, નાનજીભાઇ પારધી, સોમાભાઇ ભાલીયા, મહેશ અઘેરા, અનિલ લીંબડ ઉપસ્થિત રહ્યા હતાં. વોર્ડ નં.૧૬માં વિરેન્દ્રસિંહ ઝાલાએ માર્ગદર્શન પુરૂ પાડેલ. આ તકે કંચનબેન સિદ્ધપુરા, જીણાભાઇ ચાવડા, નરેન્દ્ર ડવ, ભાર્ગવ મિયાત્રા, હીરેન ગોસ્વામી, રમેશ જાદવ, નારણભાઇ ડાંગર, ચાંદનીબેન ગોંડલીયા જયારે વોર્ડ નં.૧૭માં જીતુભાઇ કોઠારી, હરેશભાઇ જોષીએ માર્ગદર્શન પુરૂ પાડેલ. આ તકે જીજ્ઞેશ જોષી, ગૌતમ ગોસ્વામી, અનિતાબેન ગોસ્વામી, જયશ્રીબેન મકવાણા, જયશ્રીબા ઝાલા, બીપીન ગાંધી, જયપાલ ચાવડા, તેમજ વોર્ડ નં.૧૮માં શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડએ માર્ગદર્શન પુરૂ પાડેલ. આ તકે શૈલેષ પરસાણા, રાજુભાઇ માલધારી, સંજયસિંહ રાણા સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

(3:48 pm IST)