Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

ગોંડલ :પિતા વિનાની 12 વર્ષની દીકરીનો દેહ પિંખનાર ત્રણેય આરોપીઓ વીરુ, અવી અને અક્ષયની ધરપકડ

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: આરોપીઓએ સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ ગુજારી દોઢથી બે કલાક બાદ તેને પાંજરાપોળ ખાતે ઉતારી દીધી

રાજકોટ: જિલ્લાના ગોંડલ શહેર  ફરી એક વખત ચર્ચાના ચકડોળે ચડયું છે. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી સંપર્કમાં આવેલી માતા-પિતા વીનાની 12 વર્ષની માસૂમ દીકરીનું અપહરણ કર્યા બાદ તેનો દેહ  પિંખનારા ત્રણ  જેટલા આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે.  આપણે ત્યાં સોશિયલ મીડિયાના કેટલાક સારા પાસાઓ પણ જોવા મળે છે તો કેટલાક નબળા પાસાઓ પણ જોવા મળે છે.ખાસ કરીને ટીનેજરની અંદર સોશિયલ મીડિયાના કારણે ઘણી ખરાબ અસર થતી પણ જોવા મળે છે.

જકોટ જિલ્લામાં ખાસ કરીને વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. Instagramના માધ્યમથી સંપર્કમાં આવેલી સગીરાનું ત્રણ જેટલા મિત્રો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સગીરા સાથે દુષ્કર્મ તેમજ એક આરોપી દ્વારા કરવામાં આવ્યા હતા. જે મામલે ગોંડલ પોલીસ દ્વારા આઈપીસીની કલમ 363, 366, 376, 354(a), 114 તેમજ પોક્સો ની કલમ હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ગોંડલ ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ગોંડલ પોલીસ દ્વારા આરોપી વીરૂ ઉર્ફે વિરાજ ગોસ્વામી અક્ષય કિશોરભાઈ સોલંકી તેમજ અવી મુકેશભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે.

પીડિતા અને તેના પરિવારના જણાવ્યા મુજબ ગોંડલ તાલુકાના મોવિયા ગામે માતા પિતા વીના પોતાના કૌટુંબિક જનો સાથે રહેતી સગીરા ગોંડલના વિરાજ ઉર્ફે વીરુ ગોસ્વામીના સંપર્કમાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આવી હતી. વિરાજ ઉર્ફે વીરુ તેમજ અક્ષય સોલંકી અને અવી સોલંકી દ્વારા સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું.

વીરૂ ઉર્ફે વિરાજ દ્વારા સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જ્યારે કે તેના સાથી મિત્ર અક્ષય સોલંકી દ્વારા સગીરા સાથે અડપલા કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં અવી સોલંકી અપહરણ કરવા માટે પોતાની ફોરવીલર કાર લઇને આવ્યો હતો. જે કારનો ઉપયોગ ગુનાહિત કૃત્ય કરવા માટે થયો હતો.

આરોપીઓએ સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ ગુજારી દોઢથી બે કલાક બાદ તેને પાંજરાપોળ ખાતે ઉતારી દીધી હતી અને ત્યારબાદ સગીરા બસ દ્વારા પોતાના ગામ પહોંચી હતી અને પોતાના કાકાને સઘળી હકિકત જણાવી હતી

ઝડપી પાડવામાં આવેલ આરોપી વિરાજ ગોસ્વામી ગોંડલ પાંજરાપોળ પાસે મહાકાળી પાન નામની દુકાન ચલાવે છે. જ્યારે કે અન્ય આરોપી અવી સોલંકી ચોરડી દરવાજા પાસે પાનની દુકાન ચલાવે છે. જ્યારે કે ત્રીજો આરોપી અક્ષય સોલંકી બી.કોમ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે.

(1:07 am IST)