Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

શાપર(વે)માંથી રેતી ભરેલા ટ્રકમાં અંગ્રેજી દારૂ-બીયરનો જથ્થો પણ હતો: મોટી પાનેલીના 2 શખ્સોને પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય: કુલ ૧૦,૫૫,૨૦૦નો મુદ્દામાલ કબ્જે

રાજકોટ: રાજકોટ ગ્રામ્યના  ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારની સુચના મુજબ તેમજ એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સપેકટર એ.આર.ગોહીલ  તથા એચ.એમ રાણાના માર્ગદર્શન હેઠળ હાલમા ચાલી રહેલ કોવીડ મહામારી અનુસંધાને ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે વપરાતા વાહનો ઉપર નજર રાખી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના થયેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી./ એલ.સી.બી શાખાનો પોલીસ સ્ટાફ શાપર(વે) વિસ્તારમાં  પેટ્રોલીંગમા હતા દરમ્યાન એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ પરવેઝભાઈ સમા તથા પો.હે.કોન્સ.અમીતભાઇ કનેરીયા તથા પો.કોન્સ. વિજયગીરી ગોસ્વામીની બાતમી આધારે શાંતિધામ બસ સ્ટેન્ડ પાસેથી અંગ્રેજી દારૂનો ગણનાપાત્ર જથ્થો તથા મુદ્દામાલ પકડી બે ઈસમો વિરુદ્ધ શાપર(વે) પો.સ્ટે. ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીના નામ સમીર મામદભાઇ સમા-સંધિ, ઉમર-૨૦, ધંધો- ડ્રાઇવિંગ, રહે. મોટી પાનેલી તાલુકો ઉપલેટા જીલ્લો રાજકોટ તથા સાજીદ મામદભાઇ પટ્ટા-સંધિ, (ઉમર-૧૯, ધંધો- ડ્રાઇવિંગ, રહે. મોટી પાનેલી તાલુકો ઉપલેટા જીલ્લો રાજકોટ) છે.

બંને પાસેથી  મેકડોનલ્સ નંબર-૧ ની બોટલો- નંગ ૧૬. કિંમત રૂપિયા-૧૬૦૦૦, કિંગફિશર સ્ટ્રોંગ પ્રીમિયમ બીયર- નંગ ૨૪ કિંમત રૂપિયા-૨૪૦૦, એન્ડ્રોઇડ મોબાઈલ ફોન - નંગ-૨ કિંમત રૂપિયા ૪૦૦૦, ટાટા કંપનીનો ટ્રક જેના રજી નંબર-જી.જે-૦૩-બી.વી.-૫૪૦૯ કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦, રોકડ રૂપિયા ૧૪૨૦૦ તેમજ ૩૧ ટન રેતી કિંમત રૂ.૧૮૬૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૧૦,૫૫,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કામગીરી એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા તથા એ.એસ.આઇ પરવેઝભાઈ સમા તથા ઉપેન્દ્રસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. અમીતભાઇ કનેરીયા તથા જયવીરસિંહ રાણા તથા ધર્મેન્દ્રભાઈ ચાવડા તથા રવિદેવભાઈ બારડ તથા પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી તથા મહિલા લોકરક્ષક નિરાલી બેન વેકરીયા સહિતે કરી છે.

(6:33 pm IST)