Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

રઘુવંશી બહેનો માટે

મહાપરિષદ મહિલા સમિતિ સૌરાષ્ટ્ર ઝોન-૧ દ્વારા કાલે 'પૌષ્ટિક રસોડુ'

તા. ૧૧ જુન સુધી રોજ સાંજે પ થી ૬ અવનવી પૌષ્ટિક વાનગીઓ ઓનલાઇન શીખવાડાશેઃ ઝૂમ મિટીંગ આઇ. ડી. ૮૩૩પ૮ ર૦૬પ૮૭  અને પાસકોડ LMP ઉપર વિનામૂલ્યે જોઇન્ટ થઇ શકાશે

રાજકોટ તા. ૪ :.. સમગ્ર વિશ્વના રઘુવંશીઓની માતૃસંસ્થા લોહાણા મહાપરિષદની મહિલા સમિતિ સૌરાષ્ટ્ર ઝોન-૧ (રાજકોટ, રાજકોટ જીલ્લો, મોરબી, સુરેન્દ્રનગર) દ્વારા આવતીકાલ તા. પ જુનથી ૧૧ જુન, ર૦ર૧ દરમ્યાન દરરોજ સાંજે પ થી ૬ 'પૌષ્ટિક રસોડુ' ઓનલાઇન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઝૂમ મિટીંગ આઇ. ડી. ૮૩૩પ૮ ર૦૬પ૮૭ તથા પાસકોડ LMP  ઉપર તમામ રઘુવંશી બહેનો વિનામૂલ્યે જોઇન્ટ થઇ શકશે. સમગ્ર વિશ્વમાંથી રઘુવંશી બહેનો આ ઓનલાઇન ઝોન-૧ ના મહિલા સમિતિના ઝોનલ અધ્યક્ષ રંજનબેન પોપટે જણાવ્યું છે.

દરેક રઘુવંશી બહેન પોતાના ઘરે જ દીપ પ્રગટાવીને કાર્યક્રમનો આરંભ કરાવશે. દીપ જયોતિની સાક્ષીએ રઘુવંશી શૌર્યગીત વગાડવામાં આવશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મહાપરિષદની મહિલા પાંખના અધ્યક્ષ શ્રીમતી રશ્મિબેન વિઠલાણી રહેશે. મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઇ વિઠલાણીએ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી છે. આ વર્કશોપમાં એકસપર્ટ તરીકે ડો. હરીતા ચોલેરા પૌષ્ટીક વાનગીઓનો રસથાળ અને વ્યંજનોની ઉપયોગીતા વિશે સેવા આપશે.

સૌરાષ્ટ્ર ઝોન મહિલા વિંગનાં ઝોનલ મહિલા અધ્યક્ષાસુશ્રી રંજનબેન પોપટ અને ઝોનલ મહિલા સેક્રેટરી ડો. ભાવના શિંગાળા સાથે રાજકોટ શહેરનાં રિજયોનલ મહિલા અધ્યક્ષ વિધિબેન જટાંણિયા, રાજકોટ ડીસ્ટ્રીકટનાં રિજયોનલ મહિલા અધ્યક્ષ શ્રી જયશ્રીબેન સેજપાલ તેમજ સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટનાં રિજયોનલ અધ્યક્ષ દર્શનાબેન કે. પૂજારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:14 pm IST)