Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

કણસાગરા મહિલા કોલેજમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થઈ નથીઃ પ્રિન્સીપાલ કાલરીયા

સોશ્યલ મીડીયામાં ફરતી લીંક અમારી નથીઃ સ્પષ્ટતા

રાજકોટ, તા. ૪ :. શહેરની કણસાગરા મહિલા કોલેજમાં પ્રવેશ માટેની એક લીંક વાયરલ થતા કોલેજના આચાર્યએ રદીયો આપ્યો છે.

આ અંગે કણસાગરા મહિલા કોલેજના પ્રિન્સીપાલ અને સિન્ડીકેટ સભ્ય ડો. રાજેશ કાલરીયાએ જણાવ્યુ છે કે કણસાગરા કોલેજમાં પ્રવેશ કાર્યવાહી હજુ શરૂ થઈ નથી. સોશ્યલ મીડીયામાં પ્રવેશ માટેની જે લીંક છે તે અમારી કોલેજની નથી. વિદ્યાર્થી-વાલીઓએ કોલેજની સત્તાવાર વેબસાઈટની ખરાઈ  કરીને કાર્યવાહી કરવા અપીલ છે.

(4:14 pm IST)