Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

હવે મસાલામાં વપરાતા બાદીયામાં બેફામ ભાવવધારોઃ ૨૦૦ થી ૩૦૦રૂ.ના સીધા રૂ.૧૮૦૦એ પહોંચી ગયા

રાજકોટઃ પેટ્રોલ- ડિઝલ, કઠોળ, તેલ, શાકભાજીમાં દિન પ્રતિદિન ભાવ વધી રહ્યા છે. તો હવે મસાલામાં ઉપયોગમાં લેવામાં આવતા બાદીયામાં બેફામ ભાવ વધારો થયો છે. જે રૂ.૨૦૦ થી ૩૦૦ રૂ.ના હાલ સિધા જ રૂ.૧૮૦૦એ પહોંચી ગયા છે. બાદીયાનો વપરાશ ઓછો થતો હોય આમ છતાં આટલો બધો ભાવ કંઈ રીતે વધી ગયા? ખાદ્ય સમગ્રીઓમાં ભાવ વધારા આવતા ગૃહણીઓમાં દેકારો બોલી ગયો છે. બજેટ વેરવિખેર થઈ ગયા છે.

(4:13 pm IST)