Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

પડછાયો થયો અદ્રશ્ય : લોક વિજ્ઞાન કેન્દ્રમાં ઝીરો શેડો ડે નું જીવંત નિદર્શન

રાજકોટ : સૌરાષ્ટ્ર એજયુકેશન ફાઉન્ડેશન અને મહાનગરપાલિકા સ્થાપિત અને સૌરાષ્ટ્ર એજયુકેશન ફાઉન્ડેશન સંચાલિત ઓ.વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર રેસકોર્ષ ખાતે 'ઝીરો શેડો ડે' ની વિરલ ઘટનાનું જીવંત નિદર્શન કરાયુ હતુ. ૩ જુને બપોરે બરાબર ૧૨.૪૫ વાગ્યે કર્કવૃત અને મકરવૃતના પ્રભાવથી અદ્દભુત કુદરતી ઘટના અનુભવાઇ હતી. કોઇપણ વસ્તુનો પડછાયો તેની નીચે પડતો હોવાથી અદ્રશ્ય બનતો જોવા મળેલ. આ ઘટનાની વૈજ્ઞાનિક માહીતી નિદર્શન સાથે લાઇવ કોમેન્ટ્રીના માધ્યમથી લોક વિજ્ઞાન કેન્દ્રએ આપી હતી. જીજ્ઞાસુઓ ઝુમ અને યુ-ટયુબના માધ્યમથી સાથે જોડાયા હતા. તે સમયની વિવિધ તસ્વીરો નજરે પડે છે.

(4:09 pm IST)