Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

કાલે વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત મ.ન.પા. દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ

રાજકોટ,તા. ૪: ૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના અનુસંધાને ગુજરાતમાં પર્યાવરણનું સુરક્ષા કરવા અને રાજયને હરીયાળું બનાવવા ઙ્કગ્રીન ગુજરાત, કલીન ગુજરાતઙ્ખ ના સુત્ર સાથે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસે શહેરમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પ્રસંગે રાજયના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાશે. તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, બાગ બગીચાના ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા તેમજ સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ તથા સંગઠનના હોદેદારશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહેશે.

(4:07 pm IST)