Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

પ્રથમ દિવસે જ ઉત્સાહવર્ધક પ્રતિભાવ મળ્યો

રાજકોટ જિલ્લામાં ૧૮ થી ૪૪ વચ્ચેના ર૭૦૦ લોકોને બપોર સુધીમાં રસી

રસીનો જથ્થો વધતા કેન્દ્રો વધારાશેઃ ડી.ડી.ઓ. રાણાવાસિયા

રાજકોટ તા. ૪ :.. જિલ્લાના ગ્રામ્ય અને નગર વિસ્તારમાં આજથી ૧૮ થી ૪૪ વર્ષની વચ્ચેના લોકોને કોરોનાની રસી આપવાનું શરૂ થતા બપોર સુધીમાં પ૦ ટકાથી વધુ પ્રતિસાદ મળ્યો છે. ૪પ ઉપરનાનું રસીકરણ અગાઉથી ચાલુ છે.

જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયાના જણાવ્યા મુજબ ૧૮ થી ૪૪ વચ્ચેના લોકો માટે ઓન લાઇન નોંધણી પધ્ધતીથી આજથી રસીકરણ શરૂ થયુ છે. હાલ રપ કેન્દ્રો છે. રસીનો જથ્થો વધતા કેન્દ્રો વધારાશે. બપોર સુધીમાં પ હજાર પૈકી ર૭૦૦ ડોઝ અપાઇ ગયા છે. ઔદ્યોગિક એકમોની નજીક રસી કેન્દ્રો રાખવા વિચારાઇ રહ્યું છે.

(4:05 pm IST)