Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

ફોરેન જવા ઇચ્છુક વિદ્યાર્થીઓને વેકસીન લેવા માટેની લીંક જાહેર કરતુ મ.ન.પા.

http://www.rmc.gov.in/rmcwebsite/frm_inform_student_vaccine.aspx લીંક પર માહિતી ભરવાની રહેશે

રાજકોટ,તા. ૪  : ફોરેન ભણવા જવા ઇચ્છુક વિદ્યાર્થીઓને વેકસીન લેવા માટે મહાનગરપાલિકાની વેબસાઈટ પર આપેલ http://www.rmc.gov.in/rmcwebsite/frm_inform_student_vaccine.aspx લીંકમાં માહિતી ભરવાની રહેશે

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ રાજય સરકારશ્રી દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે વધુને વધુ લોકો વેકસીન મેળવી સુરક્ષિત થાય તે માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે જે વિદ્યાર્થીઓ ફોરેન ભણવા જવા ઇચ્છુક હોય તેમના માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર લીંક મુકવામાં આવી છે, જેના પર વિદ્યાર્થીએ જરૂરી માહિતી ભરવાની રહેશે, માહિતી ભર્યા બાદ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ વેકસીન આપવાની કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર માહિતી ભરવા માટેની લીંકપર છે ફોરેન ભણવા જતા વિદ્યાર્થીએ જરૂરી માહિતી અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ સરકારશ્રી તરફથી આવતી ગાઈડલાઈન વેકસીન આપવાની કામગીરી કરવામાં આવશે.

(4:03 pm IST)