Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

રોટરી મીડટાઉન નિર્મિત ડાયાબીટીસ નિદાન સારવાર કેન્દ્ર 'લલિતાલય'નું કાલે મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ

ગીતગુર્જરી સોસાયટી ખાતે નવા સંકુલમાં એકસરે, સોનોગ્રાફી, ઇસીજી, ઇકો સહીત તમામ સુવિધા એક જ સ્થળે ઉપલબ્ધ

રાજકોટ તા. ૪ : જાણીતી સેવાભાવી સંસ્થા રોટરી કલબ રાજકોટ મીડટાઉન દ્વારા વર્ષોથી સંચાલિત ડાયાબીટીસ નિદાન અને સારવાર કેન્દ્ર દ્વારા મહાનગરપાલીકાના સહયોગથી નિર્મિત એકસકલુઝિવ અદ્યતન ડાયાબીટીઝ સેન્ટર 'લલિતાલય' નું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કાલે તા. ૫ ના સવારે સવારે ૧૧.ૅં૪૫ થી ૧૨.ૅં૪૫ વાગ્યે કરવામાં આવશે.

પ્રોજેકટ ચેરમેન કલ્પરાજ મહેતા અને રોટરી રાજકોટ મિડ ટાઉનના મેમ્બર્સના માર્ગદર્શન હેઠળ શહેરની મધ્યમાં ગીત ગુર્જરી સોસાયટીમાં ૧૮,૦૦૦ સ્કવેર ફિટમાંની વિશાળ જગ્યામાં તદ્દન નવા રૂપરંગમાં આ કેન્દ્ર કાર્યરત છે. ૪ માળના અદ્યતન કેન્દ્રમાં ડાયાબીટીસ ના નિદાન અને સારવાર માટે ની તમામ સેવા-સુવિધા ઉપલબ્ધ છે.

અહીં નિયમિત તપાસ માટે અનુભવી ડાયાબીટોલોજીસ્ટ અને એન્ડોક્રાયનેલોજીસ્ટ તેમજ પ્રખ્યાત ફીઝીશ્યનોની સેવા રોજ મળશે. ડાયાબીટીસમાં આંખ, દાંત, હ્ય્દય, કીડની, પગ વગેરે મહત્ત્વના  અવયવોની સાર-સંભાળ, ચેક-અપ  અને નિયમિત સારવાર માટે દરેક નિષ્ણાંત ડોકટરોની ટીમ હાજર છે.

ડાયાબીટીઝ માટે ખોરાક અંગેની માહિતી અને જ્ઞાન ખૂબ જરૂરી છે, જેના માટે અહીં ડાયેટીશ્યનની સેવાનો લાભ પણ મળશે. મેડીકલ વિજ્ઞાનની ક્ષિતિજ સમા આધુનિક સાધનોથી સુસજ્જ લેબોરેટરીમાં લોહી-પેશાબના રીપોર્ટ, હ્ય્દય-કીડની-લીવર માટેના રીપોર્ટ તેમજ તદ્દન નવા એકસ-રે મશીન, સોનોગ્રાફી, ECG,  ઇકો કાર્ડીયોગ્રામ અને અન્ય સ્પેશ્યલ સુવિધા આ કેન્દ્રમાં પ્રાપ્ય છે.

સૌથી મહત્ત્વની બાબત એ છે કે અહીં  આ બધી સગવડ-સારવાર સામાન્ય વ્યક્તિ ને પરવડે તેવા નજીવા દરે ઉપલબ્ધ છે અને તે પણ ગુણવતા સભર.  ડાયાબીટીઝ કાયમી રોગ હોવાથી નજીવા દરે વિવિધ સંયોજિત વાર્ષિક સભ્યપદ પેકેજ પણ આપવામાં આવે છે.

ખાસ કરીને જૂના ડાયાબીટીસ કેન્દ્રના કાયમી- વાર્ષિક સભ્યો હવેથી આ નવનિર્મિત સેન્ટરનો લાભ લઇ શકશે.

રોટરી કલબ ઓફ રાજકોટ મિડટાઉન ૨૬ વર્ષથી વિવિધ સેવા-સમાજ કલ્યાણના કાર્યોમાં કાર્યરત છે. અનેક મોટા પ્રોજેકટ જેમ કે લાપાસરી ડેમ, મંજુલ સ્કૂલ, રોટરી મિડટાઉન લાયબ્રેરી, ડોલ્સ મ્યુઝિયમ, સ્વાશ્રય મહિલા રોજગાર તાલીમ કેન્દ્ર, કોલેજ શિષ્યવૃત્તિ જેવા અનેક સમાજ માટેના કર્યો કરતી રહી છે. તેઓ છેલ્લા ૨૦ વર્ષથી ખેરા બોર્ડિંગ ડાયાબિટીસ સેન્ટરમાં નાના પાયે ચાલુ છે. જયાં ડાયાબિટીઝ ની બીમારી સામે લડત આપવા, એક અધતન તથા સંપૂર્ણ કેન્દ્ર સ્થાપવાનો એક સંકલ્પ કરેલોને તે પૂર્ણ થયો છે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને એક અધતન ડાયાબિટીસ સેન્ટર રાજકોટની જનતા માટે બનાવ્યું છે.

આ સેન્ટરનું નામ 'લલિતાલય' રોટરી રાજકોટ મિડટાઉન ડાયાબિટીઝ પ્રિવેન્શન એન્ડ લાઈફ સ્ટાલઈ મેનેજમેન્ટ સેન્ટર છે. જે શહેર ના મધ્યમાં, એરપોર્ટ રોડ, પેટ્રિઆ સુઈટસ પાસે બનાવ્યું છે. સ્પેશ્યાલિસ્ટ ડોકટર્સની ટીમ, આધુનિક ઉપકરણો, હોસ્પિટલ-પેશેંટ મેનેજમેન્ટ સોફ્ટવેરથી ડાયાબિટીસની સંપૂર્ણ સારવાર અહીં અપાશે.

ડાયાબિટીઝ માટે જરૂરી એવા દરેક વિભાગૅં ડાયાબટીઝના નિષ્ણાંત ડોકટરોની ટીમ જેમાં કાર્ડીઓલોજીસ્ટ, ઓપ્થેલ્મોલોજિસ્ટ, રેટિના સ્પેશ્યલિસ્ટ, ડાયાબિટીક ફુટ સ્પેશ્યલિસ્ટ, ડેન્ટલ સર્જન્સ, ડાયેટીશ્યન ઉપલબ્ધ છે. સાથેજ લેટેસ્ટ ટેકનોલોજીના ઉપકારણો જેવા કે ડાયાબિટીઝ રિસ્ક પ્રોફાઈલ  મશીન-બોડી કોમ્પોઝિશન એનાલાઇઝર, ઈકો-કાર્ડીઓગ્રામ અને ડિજિટલ ECG-TMT, આંખ માટેૅં સ્લીટ લમ્પ, ઇન્ડાયરેકટ ઓપથાલમોસ્કોપ, આટોરેફ, ટોનોમીટર, ડિજિટલ લેન્સોમીટર, OCT, EMG-NCV, ૨ ફૂલી ઇકિવપડ ડેન્ટલ ચેર, ડિજિટલ એકસ-રે, ઓટો કલેવ, આધુનિક ઉપકારણોને સિસ્ટમથી સંચાલિત સંપૂર્ણ સજ્જ પેથોલોજી લેબોરેટરી, મેડિકલ સ્ટોર વગેરેથી સંપૂર્ણ સજ્જ છે.

તદુપરાંત આ સેન્ટરમાં વિવિધ લાઈફસ્ટાલ મેનેજમેન્ટ-સ્ટ્રેશ મેનેજમેન્ટ માટેના સેમિનારો, યોગા, મેડિટેશન, ઝુમ્બા ડાન્સ,એરોબિક વગેરે પ્રવૃતિઓ પણ કરવામાં આવશે.

દરેક ૪૦ વર્ષથી ઉપરના વ્યકિતએ ડાયાબીટીસ ટેસ્ટ કરાવવો જોઈએ જેથી ડાયાબિટીઝથી બચી શકાય. જો તમને ડાયાબિટીઝ  હોય કે તમે પ્રિ- ડાયાબિટીક હોવ આપના માટે અલગ અલગ વાર્ષિક પેકેજ ઉપલબ્ધ છે, તે પણ ખુબજ નજીવા દરે, BPL કાર્ડ ધારકોને વિનામુલ્યે ડાયાબિટીસનું નિદાન અને કન્સલટેશન કરવામાં આવશે.

રોટરી રાજકોટ મિડ ટાઉનના પ્રેસિડેન્ટ દિનેશ જીવરાજાની તથા સેક્રેટરી તપન ચંદારાણા દ્વારા રાજકોટની જાહેર જનતાને તેમજ ખાસ કરીને જૂના ડાયાબીટીઝ કેન્દ્રના વાર્ષિક સભ્યોને હવેથી આ નવનિર્મિત સેન્ટર 'લલિતાલય', ગીત ગુજરી સોસાયટી ૬, પેટ્રીયા સ્યુટ હોટેલના સામેના રોડ પર, એરપોર્ટ રોડ પાસે, રાજકોટ ખાતે  લાભ લેવા અનુરોધ કરાયોછે. વધુ માહીતી માટે રૂબરૂ અથવા મો. ૯૪૦૯૩ ૩૦૦૩૪, લેન્ડ લાઈન નં.૦૨૮૧-૨૪૪૪૦૨૪, ૨૪૪૪૦૨ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:01 pm IST)