Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

૧૯ વર્ષ પહેલાના ગુનામાં પતિ બાદ પત્નિની પણ ધરપકડ

ઠગાઇના ત્રણ ગુનામાં ફરાર હતાં: પતિની હાવરાથી, પત્નિની પારેવડી ચોકથી ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

રાજકોટ તા. ૪: કાવત્રુ ઘડી ઠગાઇ કરવાના ઓગણીસ વર્ષ પહેલાના ગુનામાં એક આરોપી પ્રદિપ મગનલાલ સોનપાલ (ઉ.વ.૫૫)ની કોલકત્તા હાવરાથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કર્યા બાદ હવે તેના પત્નિ જયશ્રીબેન પ્રદિપભાઇ સોનપાલ (ઉ.વ.૫૨)ની પારેવડી ચોકથી ધરપકડ કરી છે.

આ બંને તથા અન્ય બે આરોપીઓ મળી ચાર જણા સામે ગાંધીગ્રામમાં એક તથા ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ઠગાઇના બે ગુના મળી કુલ ત્રણ ગુના નોંધાયા હતાં. બોગસ કુલમુખત્યારનામુ ઉભુ કરી તેના આધારે બેંકોમાંથી લોન લઇ ઠગાઇ કરવાનો આરોપ હતો. પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ એમ. વી. રબારી, જયુભા, દિગુભા, પ્રતાપસિંહ, એભલભાઇ, ગાયત્રીબા ગોહિલ, નેહલબેન મકવાણા, મહેન્દ્રસિંહ જાડેજા સહિતે આ કાર્યવાહી કરી હતી.

(3:34 pm IST)