Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

રાજકોટમાં છરીની અણીએ લૂંટ કરવા અંગે પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા. ૪ :  રાજકોટમાં છરીની અણીએ લૂૂંટ ચલાવનાર આરોપીને જામીન યુકત કરવાનો સેસન્સ અદાલતે હુકમ કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, ગત તા. ર૮ માર્ચ ર૦ર૧ ના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદી પ્રતાપભાઇ સોમાભાઇ સોસાએ લુંટ તથા જાનથી મારી નાખવાની ધમકી આપી છરી વડે હુમલો કરી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ફરીયાદીના પત્નીને થપ્પડ મારી લૂંટ ચલાવી હોવાની ફરીયાદ નોંધાવેલ હતી. જેમાં રૂ. ૯પ૦૦- રોકડા તથા ફરીયાદીના પત્નીના પર્સમાં રહેતા સોનાના ઇયરીંગની લૂંટ થઇ હોવાનું ફરીયાદી એ ફરીયાદમાં જણાવેલ જેમાં રાજકોટ તાલુા પોલીસ દ્વારા આરોપી અનમોલ રમેશભાઇ વાળાની ધરપકડ કરવામાં આવેલ આરોપીને ચીફ કોર્ટમાં રજૂ કરતા ચીફ કોર્ટે દ્વારા આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ હતો.

આથી આ કેસના આરોપી અનમોલ વાળાએ તેમના વકીલ શ્રી રૂપરાજસિંહ પરમાર મારફત રાજકોટ સેસન્સ કોર્ટમાં જામીન અરજી ગુજારેલ જેમાં સરકાર પક્ષે જામીન અરજી રદ કરવા માટે રજુઆત કરતા જણાવેલ કે, ઉપરોકત કામમાં મુદ્દામાલ તથા અન્ય ૩ આરોપીઓની અટક કરવાની બાકી હોય જેથી જમીન અરજી રદ કરવા રજુઆત કરવામાં આવેલ, બન્ને તરફના પક્ષોની વિસ્તૃત લેખિત મૌખિક દલીલો રજુઆત તથા આરોપી તરફે રજુ કરેલ ઉચ્ચ અદાલતોના હુકમોને ધ્યાને લઇને રાજકોટના સેસન્સ જજશ્રી એ આરોપીને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ અને આરોપીને જામીન પર છોડવામાં આવેલ છે. ઉપરોકત કામમાં આરોપી વતી રાજકોટના વકીલશ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, ભરત સોમાણી, હુસેન એમ. હેરંજા રોકાયેલ હતા.

(3:27 pm IST)