Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

ભકિતનગર સોસાયટીના હોદ્દેદારો પ્રમુખ પદે મુકેશભાઈ, ચેરમેન નીતિન ઢાંકેચા, સેક્રેટરી પ્રવીણ કાનાબાર

રાજકોટઃ સૌરાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી શ્રી ઢેબરભાઈના શુભ સંકલ્પથી સાતેક દાયકા પહેલાં આકાર પામેલ અને સૌરાષ્ટ્રની સૌ પ્રથમ હાઉસિંગ સોસાયટી અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ પણ પ્રથમ સ્થાન ધરાવતી અને શ્રી પી.ડી માલવીયા શેઠે જેનું પ્રથમ નેતૃત્વ ગ્રહણ કરી વિકાસશીલતાની કેરી કંડારેલ એવી રાજકોટ શહેરની ભકિત નગર હાઉસિંગ સોસાયટી જેમાં ૪૦૦ ઉપરાંત રોયલ પરિવાર સંપ સંસ્કારથી વસવાટ કરી હાઉસિંગ સોસાયટી ક્ષેત્રે કાયમી એકતાનો રાહ ચીંધી રહેલ છે.

એવી ભકિતનગર સોસાયટીના હોદ્દેદારોની બિનહરીફ વરણી થયેલ છે.જેના પ્રમુખ પદે શ્રી મુકેશભાઈ ડાંગર તથા ચેરમેન પદે નીતિનભાઈ ઢાંકેચા, સેક્રેટરી તરીકે પ્રવીણભાઈ કાનાબારની પુનઃનિયુકિત થયેલ છે. તથા કારોબારી સદસ્ય તરીકે વલ્લભભાઈ તારપરા, શૈલેષભાઈ પટેલ,મનુભાઈ મારૂ,બકુલભાઈ જોશી, નારણભાઈ બાબિયા પુનઃ નિયુકત થયેલ છે. તથા દિલજીતસિંહ જાડેજા,કમલેશ ભાઈ ચોવટીયા,ભગીરથભાઈ ભટ્ટ,વિનુભાઈ સરધારા અને પરેશ ભાઈ વસોયા નવ નિયુકત થયેલ છે. તમામ હોદ્દેદારો ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.(૩૦.૧૧)

 

મારવાડી યુનિવર્સિટીને ગુજરાત સરકાર દ્વારા સેન્ટર ઓફ એકસલેન્સનું બિરૂદ

તજજ્ઞ શિક્ષકગણ, એડવાન્સ લેબોરેટરી, બેનમુન ઇન્ફ્રાસ્ટ્રકચર સહીતની આધુનિક સુવિધા ઉપલબ્ધઃ મારવાડી યુનિવર્સિટી વૈશ્વિકસ્તરનું શિક્ષણ આપતી યુનિવર્સિટીનું કેતનભાઇ મારવાડી, જીતુભાઇ ચંદારાણાનું સ્વપ્નુ સાકાર થતુ જણાય છે

રાજકો, તા., ૪: એડવાન્સ લેબોરેટરી-બેનમુન ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ અને પ્લેસમેન્ટ આપવામાં સફળ રહેલી મારવાડી યુનિવર્સિટીને ગુજરાત સરકાર દરા સેન્ટર ઓફ એકસલેન્સના ખિતાબથી સન્માનીત કરવામાં આવેલ છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાતની પ્રતિષ્ઠીત સાત યુનિવર્સિટીનો નિરમા યુનિવર્સિટી, DAIICT યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી PDPU, સહીતનાને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ્દ્વારા સેન્ટર ઓફ એકસલેન્સની સિધ્ધાંતીક મંજુરી આપવામાં આવી હતી.

મારવાડી યુનિવર્સિટીની યાદીમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક હાઇલેવલ કમીટીની રચના કરવામાં આવેલી. જેમના દ્વારા એક વર્ષથી વધુ સમય સુધી આ યુનિવર્સિટીઓની ઉંડાણપુર્વક તપાસ અને સમીક્ષા કર્યા બાદ આ સાત યુનિવર્સિટીને સેન્ટર ઓફ એકસલેન્સ તરીકે માન્યતા આપવામાં આવી હતી. ગુજરાતની પ૦ પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાંથી ૭ યુનિવર્સિટીઓ ગુજરાત સરકારના લાયકાતના માપદંડમાં ખરી ઉતરી હતી. આ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ તથા પ્લેસમેન્ટની ગુણવતા શિક્ષકો, લેબોરેટરી, રિસર્ચની ગુણવતા, ઇન્ફ્રાસ્ટ્રકચર, પરીક્ષા પધ્ધતી, સ્ટાર્ટઅપ, ઇનોવેશન સહીતની બાબતોનો અભ્યાસ કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારને મારવાડી યુનિવર્સિટી ઉપરાંત બીજી ૬ યુનિવર્સિટીને સેન્ટર એકસલેન્સની માન્યતા આપવા માટે ભલામણ કરી હતી. મારવાડી યુનિવર્સિટીમાં કુલ વિદ્યાર્થીઓના ૧૧ ટકાથી વધુ વિદ્યાર્થીઓ વિદેશના છે. મારવાડી યુનિવર્સિટી NAAC A+ગ્રેડ ધરાવતી સંસ્થા સૌથી વધુ ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ સુપર કોમ્પ્યુટર અને હવે સેન્ટર ઓફ એકસેલેન્સનું બિરૂદ ધરાવતી ગુજરાતની યુનિવર્સિટી બની છે.

મારવાડી યુનિવર્સિટીની શૈક્ષણીક સુકાન સંભાળનાર વાઇસ ચાન્સેલર પ્રો. સંદીપ સંચેતી કે જેઓ પહેલા ચૈન્નાઇની SRM યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મણીલાલ યુનિવર્સિટી જયપુરના પ્રેસીડેન્ટ સરકારની NITના ડીરેકટર રહી ચુકયા છે. તેઓએ જણાવ્યું હતું કે મારવાડી યુનિવર્સિટી વૈશ્વીક કક્ષાનું શિક્ષણ અત્યાધુનિક પધ્ધતિથી આપી રહી છે. ગુજરાત સરકારનું આ બહુમાન યુનિવર્સિટી દ્વારા થતા કાર્ય પર માન્યતાની મ્હોર છે.

આ પ્રસંગે ગાંધીનગર ખાતે યુનિવર્સિટીના પ્રેસીડન્ટ કેતનભાઇ મારવાડી ઉપસ્થિત રહ્યા હતા. મારવાડી યુનિવર્સિટીના સ્થાપક અને વાઇસ પ્રેસીડેન્ટ જીતુભાઇ ચંદારાણાએ જણાવ્યું હતું કે મારવાડી યુનિવર્સિટીની સ્થાપનાના વિચાર સમયથી મારૃં અને શ્રી કેતનભાઇનું મારવાડી યુનિવર્સિટીને વૈશ્વીકસ્તરનું શિક્ષણ સૌરાષ્ટ્રમાં આપતી યુનિવર્સિટી બનાવવાનું સ્વપ્નું હતું જે હવે સાકાર થતું જણાય છે. યુનિવર્સિટીને એકસલેન્ટ બનાવવાનું શ્રેય દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંથી ડીગ્રી મેળવેલ મારવાડી યુનિવર્સિટીના શિક્ષકો, સ્ટાફ, વાલી મિત્રો અને અમારા વિદ્યાર્થીઓને જાય છે. મારવાડી યુનિવર્સિટી હવે ટુંક સમયમાં NIRF, ABET વગેરેમાં પણ પોતાનું સ્થાન ચોક્કસ મેળવશે.

(3:23 pm IST)