Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

ગ્રામ્ય કક્ષા સુધીના ડીઝાસ્ટર મેનેજમેન્ટની ચર્ચા માટે બેઠક યોજી

રાજકોટ જિલ્લા પંચાયતમાં ચોમાસા પૂર્વેની વ્યવસ્થાની 'છત્રી' ખોલતા ભૂપત બોદર

મનરેગા અંતર્ગત જીલ્લામાં ર લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ

રાજકોટ, તા. ૪ :  રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદરની અધ્યક્ષતામાં વર્ષાઋતુ ર૦ર૧ પ્રિ-મોન્સુન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની તમામ શાખા અધિકારીઓ સાથે અગત્યની બેઠક યોજવામાં આવી હતી.

ગઇકાલે ૧ર કલાકે પ્રમુખ ભુપતભાઇ બોદરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી વર્ષાઋતુ ર૦ર૧ પ્રિ-મોન્સુન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની અગત્યની બેઠકમાં ગ્રામ્ય કક્ષાએ કરેલ કામગીરીઓ તથા કરવાની થતી કામગીરીઓની સમીક્ષા કરવામાં આવેલ હતી જેમાં નીચે મુજબના મુદ્દાઓની ચર્ચા કરીને જરૂરી વ્યવસ્થા કરવા માટે સુચનો આપવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા લેવલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ કાર્યરત કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો.

આગામી ચોમાસા દરમ્યાન રાજકોટ જિલ્લામાં સઘન વૃક્ષારોપણ કરવા માટે મનરેગાના અધીકારીઓ સાથે ખાસ ચર્ચા કરવામાં આવી અને મનરેગા તરફથી બે લાખ પચાસ હજાર વૃક્ષારોપણ કરવાનું ઠરાવવામાં આવ્યુુ સહિતના મુદ્દાનો સમાવેશ થાય છે.

આ મીટીંગમાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણવાસિયાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી રામદેવસિંહ ગોહિલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, નિર્ભય ગોંડલીયા, પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન, કાર્યપાલક ઇજનેર ડાંગર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડી.આર. સરડવા, સમાજ કલ્યાણ અધિકારી ડી.એમ. સાવરીયા, જિલ્લા મેલેરિયા અધિકારી ઉપાધ્યાય, આયુર્વેદ અધિકારી કે.જી. મોઢ, મનરેગા અધિકારી સુરેશભાઇ, ખેતીવાડી અધિકારી આર. આર. ટીલવા, સિંચાઇ અધિકારી કે એન. બાલદાણીયા તથા અન્ય તમામ શાખા અધિકારીઓ ખાસ હાજર રહેલ હતા.

(3:17 pm IST)