Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

રાજ બેંકના સંચાલનમાં તોળાતા ધરખમ ફેરફારોઃ આરસીસી બેંકના પરસોત્તમભાઇ પીપરીયાને મહત્વનું સ્થાન આપવા તૈયારી

રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં શાખાઓ ધરાવતી અને અગ્રીમ હરોળની બેંક એવી રાજ બેંકમાં સંચાલન મામલે ધરખમ ફેરફારો તોળાઇ રહ્યા હોવાનું જાણવા મળે છેઃ આવતીકાલે મળનાર બોર્ડની મીટીંગના એજન્ડામાં પણ આ ફેરફારોને સ્થાનઃ હાલ આરસીસી બેંકના સર્વેસર્વા અને કાયદે આઝમ ગણાતા પરસોત્તમભાઇ પીપરીયાની રાજ બેંકમાં માનદ્ સેવા લેવા જોરશોરથી તૈયારીઃ બેંકના વધુ વિકાસ માટે પરસોત્તમભાઇ પીપરીયાની સેવા લેવા તૈયારી થઇ રહી છેઃ જો કે આ ફેરફારોથી બેંકના થાપણદારો કે ગ્રાહકોએ કોઇપણ પ્રકારનો ગભરાટ રાખવાની જરૂર નથીઃ એવું પણ જાણવા મળે છે કે હાલના અધિકારી અને રાજ બેંકના સર્વેસર્વા એવા સત્યપ્રકાશ ખોખરાને ડેવલપમેન્ટ સીઇઓની પણ પોસ્ટ આપવામાં આવે તેવી શકયતા છેઃ જો કે અંતિમ નિર્ણય આવતીકાલે મળનાર બેંકના બોર્ડની મીટીંગમાં લેવાશેઃ બેંકના રોજીંદા સંચાલનમાં ફેરફારો થઇ રહ્યા છે અને આ ફેરફારો બેંકના વધુ વિકાસલક્ષી પગલા માટે હોવાનું કહેવાય છે

(12:58 pm IST)