Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

રાજકોટમાં આજે ૨ મોતઃ બપોર સુધીમાં ૧૬ કેસ

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૩ પૈકી એક પણ કોવીડ ડેથ થયુ નથી : હાલમાં ૫૫૮ દર્દીઓ સારવાર હેઠળઃ કુલ કેસનો આંક ૪૨,૨૨૯ થયોઃ આજ દિન સુધીમાં ૪૧,૪૮૨ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ રિકવરી રેટ ૯૮.૨૬ ટકા થયો

રાજકોટ તા. ૪ શહેર - જિલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન ૨ નાં મૃત્યુ થયા છે.જયારે શહેરમાં બપોર સુધીમાં ૧૬ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૩ નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૪નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૨ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

ગઇકાલે ૩ પૈકી એકેય મૃત્યુ કોરોનાને કારણે ન થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં  ૫૬૦૫  બેડ ખાલી છે.

બપોર સુધીમાં કોરોનાના ૧૬ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૬ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૨૨૯ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૨૫૪૨ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૫૭  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૨૪ ટકા થયો  હતો. જયારે ૨૧ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં  ૧૧,૪૯,૬૭ં૬ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૨૨૯  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૬૭ ટકા થયો છે.જયારે રિકવરી રેટ ૯૮.૨૬ ટકાએ પહોંચયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૫૫૮  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:17 pm IST)