Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

રાજ્યના કૃષિમંત્રીના ભાણેજને બઢતી આપતા વિવાદ : સમગ્ર મામલે PMO- ઉર્જામંત્રીને લેખિતમાં ફરિયાદ

રાજકોટ PGVCLમાં કૃષિમંત્રી આર.સી ફળદુંના ભાણેજને સાચવવા માટે 10 જેટલા સિનિયર ઈજનેરોને સાઈડ લાઈન કરાયા !! ઈજનેરોને અપાયેલા ઓર્ડર રદ કરી PGVCL એ કૌભાંડ આચર્યું : મેનેજીંગ ડીરેક્ટરે નિયમ ભંગ કર્યાના આક્ષેપ

 

રાજકોટમાં PGVCL માં કૃષિમંત્રી આર.સી ફળદુંના ભાણેજ બઢતી આપવા મામલે વિવાદ સર્જાયો છે. મંત્રીના ભાણેજને સાચવવા માટે 10 જેટલા સિનિયર ઈજનેરોને સાઈડ લાઈનમાં કરી દેવાતા વિવાદ સર્જાયો છે.

સિનિયર ઈજનેરોને સાઈડમાં કરી મંત્રીના ભાણેજને સાચવવા ઈન્ટરર્વ્યૂ રદ કરી દેવાયા હોવાનું મનાઈ રહ્યું છે PGVCL ના મેનેજીંગ ડીરેક્ટરે ઈન્ટરર્વ્યૂ રદ કરી કૃષિમંત્રી આર.સી ફળદુના ભાણેજને સીધી બઢતી આપી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સમગ્ર મામલે અન્ય ઈજનેરોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને બઢતી પ્રક્રિયામાં થયેલા કૌભાંડની જાણ વડાપ્રધાન કાર્યાલય અને ઉર્જામંત્રીને લેખિતમાં કરવામાં આવી છે.

રાજકોટ PGVCL માં 28 એપ્રિલના રોજ ઈન્ટર્વ્યૂ રાખવામાં આવ્યા હતા જેમાં મંત્રીના ભાણેજ સહિત સિનિયર ઈજનેરોને ઈન્ટરવ્યૂની જાણ કરાઈ હતી જે બાદ મેનેજીંગ ડીરેક્ટરે મૌખીક જાણ કરી ઈન્ટરર્વ્યૂ રદ કર્યા હતા પરતું જે બાદમાં ફરી 15 મેના રોજ ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા જેમાં અગાઉથી નક્કી હોય તે પ્રમાણે મંત્રીના ભાણેજને બઢતી આપી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે. જ્યારે બાકીના સિનિયર કક્ષાના ઈજનેરોનો સમાવેશ ન થતા કાચુ કપાયું હોવાની શંકા પ્રવર્તી રહી છે. રાજકોટ કોર્પોરેટ કચેરીમાં ફરજ બજાવતા આર.સી પટેલ. અને એમરેલીના અરવિંદ પાઘડારની બઢતી સાથે જુનાગઢમાં બદલી કરવામાં આવી છે જેને લઈ ઈજનેરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે

ઈજનેરોને અપાયેલા ઓર્ડર રદ કરી PGVCL એ કૌભાંડ આચર્યું છે જેથી અન્ય ઈજનેરોને અન્યાય થયો છે આથી ન્યાયીક તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે ઈજનેરો દ્વારા વડાપ્રધાન કાર્યાલય અને ઉર્જામંત્રાલયને લેખિતમાં જાણ કરી છે સાથે ઈજનેરોએ હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ઈજનેરો કહી રહ્યા છે તે પ્રમાણે PGVCL એ જાહેર કરેલા લીસ્ટ પ્રમાણે આર.સી.પટેલને હજુ બે વર્ષ સુધી પ્રમોશન મળે તેમ નથી આમ છતા મેનેજીંગ ડીરેક્ટરે નિયમોને નેવે મુકીને મંત્રીના કૌટુંબિક ભાણેજને જૂનાગઢના અધિક્ષક બનાવી દીધી છે

(1:09 am IST)