Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

સમગ્ર રાજકોટ શહેરમાં જબ્બર વાદળો છવાયાઃ ગમે ત્યારે તૂટી પડે તેવી શકયતા

શાપર વેરાવળ, રાજકોટના વાવડી, અમીનમાર્ગ ઉપર વરસાદ ચાલુઃ અનેક સ્થળોએ બંધાતુ વાતાવરણ

શાપર વેરાવળ તેમજ રાજકોટના વાવડી ગામ શહેરના અમીનમાર્ગ ઉપર વરસાદ ચાલુઃ મવડીમાં છાંટા, ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર બંધાતુ વાતાવરણઃ ઉપલાકાંઠે પણ વરસાદ ચાલુઃ જામનગર રોડ ઉપર વાદળછાયુ વાતાવરણઃ રાજકોટ શહેરમાં અમુક સ્થળોએ છાંટા પડયા તો કોઇક જગ્યાએ વાતાવરણ બંધાતુ જાય છે. એકાદ બે કલાકમાં સમગ્ર શહેરમાં વરસાદ તૂટી પડે તેવી સંભાવનાઃ બપોરે ૨ઃ૩૦ વાગે રાજકોટમાં ૩૬.૬ ડિગ્રી, ૨૨ કિ.મી.ની ઝડપે પવન ફુંકાઇ રહયો છે.

(3:13 pm IST)