Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

રાજકોટમાં મોડીરાત્રે પવનના જોર વચ્ચે છાંટા પડ્યા : સવારથી આકાશમાં વાદળો છવાયા

રાજકોટ શહેરમાં મેઘરાજા કયારે પધરામણી કરશે? : સૌરાષ્ટ્રભરમાં છુટાછવાયા સ્થળોએ બપોર બાદ પ્રિ-મોન્સુન વરસાદ ચાલુ રહેશે

રાજકોટ, તા. ૪ : મહારાષ્ટ્રમાં કહેર વરસાવ્યા બાદ વાવાઝોડુ નબળુ પડી ગયુ છે. જેની અસર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આજનો દિવસ રહેશે. જયારે સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં અમુક જગ્યાએ પ્રિ-મોન્સુન વરસાદ વરસવાનું ચાલુ રહેશે. દરમિયાન રાજકોટ શહેરમાં મોડીરાત્રે પવનના જોર વચ્ચે હળવો વરસાદ પડ્યો હતો.

હવામાન શાસ્ત્રીઓએ જણાવ્યુ હતું કે ત્રણ - ચાર દિવસ પ્રિમોન્સુન એકટીવીટી ચાલુ રહેશે. બપોર બાદ કોઈને કોઈ સ્થળોએ પવન સાથે વરસાદ પડવાનું ચાલુ રહેશે. ભેજનું પ્રમાણ વધુ રહેશે. જેથી બફારાનો અનુભવ થશે. ૪૦ ડિગ્રી આસપાસ ઉષ્ણતામાન નોંધાશે.

દરમિયાન રાજકોટ શહેરમાં પવનનું જોર જોવા મળે છે. સાથોસાથ અસહ્ય ઉકળાટ બફારાનો અનુભવ થઈ રહ્યો છે. ગઈસાંજથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. ભેજયુકત પવન ફૂંકાતા હતા. મોડીરાત્રીના કોઈ જગ્યાએ હળવો વરસાદ તો કોઈ જગ્યાએ છાંટા પડ્યા હતા. આજે સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા બે - ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. હવે રાજકોટ શહેરમાં મેઘરાજા મન મૂકીને કયારે વરસશે તેની શહેરીજનો રાહ જોઈ રહ્યા છે.(

(1:05 pm IST)