Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

રાજકોટ શહેર-જીલ્લાની તમામ મામલતદાર-પ્રાંત કચેરીમાં થર્મલ ગન-સેનેટાઇઝર તથા સિકયોરીટી મૂકવા આદેશો

સોમવારથી કાર્યરત બની જશે : માસ્ક ફરજીયાત : રેવન્યુ વર્કનો ધમધમાટ શરૂ

રાજકોટ, તા. ૪ : જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને ગઇકાલે સાંજે તમામ મહેસૂલ કચેરીઓ-પ્રાંત અધિકારીઓની વિગતો મેળવી-અરજદારો દરરોજ સરેરાશ કેટલા આવે છે. સોશ્યલ ડીસ્ટન્સ વિગેરે બાબતો જાણ્યા બાદ શહેર જીલ્લાની તમામ મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીમાં આવનાર અરજદારોનું મેડીકલ સ્કેનીંગ માટે થર્મલ ગન-સેનેટાઇઝર બોટલો તથા દરેક કચેરીમાં વધારાની એક-એક સિકયુરીટી સ્ટાફ મૂકવા આદેશ કર્યા છે.

એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, દરેક કચેરીમાં થઇને અંદાજે ર૦ જેટલી થર્મલ ગનની જરૂર પડશે, જે સોમવાર સુધીમાં આવી જશે. આવનાર દરેક અરજદારને જનસેવા કેન્દ્ર કે કચેરીમાં સેનેટાઇઝરથી હાથ સાફ કરાવી પછી જ પ્રવેશ અપાશે. માસ્ક પણ ફરજીયાત રહેશે, તે સીવાય કોઇને એન્ટ્રી નહીં અપાય. હાલ રેવન્યુ વર્કનો ધમધમાટ શરૂ થયો છે. એક પછી એક અરજદારને જ આવવા દેવાય છે, તમામ બાબતો ચેક કરાઇ રહી છે.

(11:26 am IST)