Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

દિનેશ કોઇથી ડરતો નથીઃ થોડા વર્ષ પહેલા બહાદુરભાઇ પરમારનો જમણો હાથ ભાંગી નાંખ્યો'તો, હવે ડાબો!

ગોડલના મોટી ખિલોરીમાં બનાવઃ પાઇપના ઘા-પથ્થરમારામાં ઘાયલ પ્રોૈઢને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૪: ગોંડલના મોટી ખીલોરીમાં  રહેતાં દેવીપૂજક પ્રોૈઢનો થોડા વર્ષ પહેલા ગામના જ એક કોળી શખ્સે જમણો હાથ ભાંગી નાંખ્યો હતો. હવે ફરીથી એ જ શખ્સે હુમલો કરી આ વખતે ડાબો હાથ ભાંગી નાંખ્યો છે. નશો કરી ઘર પાસે ગાળાગાળી કરતાં કોળી શખ્સને સમજાવવા જતાં આ હુમલો થયો હતો.

મોટી ખિલોરીમાં રહેતાંં બહાદુરભાઇ નથુભાઇ પરમાર (ઉ.વ.૫૦) નામના દેવીપૂજક પ્રોૈઢ પર ગામના જ દિનેશ પોપટ કોળી અને તેની પત્નિ લીલાબેને મળી લોખંડના પાઇપથી હુમલો કરી તેમજ પથ્થરમારો કરી ઇજા કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. બહાદુરભાઇ ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેના ભત્રીજા મનિષભાઇના કહેવા મુજબ દિનેશ કોળી દારૂ પી ઘર પાસે ખેલ કરતો હોઇ અને ગાળાગાળી કરતો હોઇ તેને દૂર જવાનું કહેતાં તે ઉશ્કેરાઇ ગયો હતો. મનિષભાઇએ વધુમાં કહ્યું હતું કે થોડા વર્ષ પહેલા દિનેશે પાઇપ ફટકારી મારા કાકા બહાદુરભાઇનો જમણો હાથ ભાંગી નાંખ્યો હતો. હવે આ વખતે ફરીથી હુમલો કરી ડાબો હાથ ભાંગી નાંખ્યો છે. આ દિનેશ કોઇથી ડરતો નથી. અવાર-નવાર દિનેશ આ રીતે દારૂ પી ડખ્ખા કરે છે. પોલીસ તેની સામે આકરી કાર્યવાહી કરે તેવી માંગણી છે.

(11:20 am IST)