Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ તથા મેડીકલ ક્ષેત્રે સંશોધન કરવા સ્કોલરશીપ ઉપલબ્ધ

એમ.ટેક અને એમ.ઇ. થયેલ તથા GATE પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે રીસર્ચ ફેલોશીપ ઉપલબ્ધઃ MBBS તથા BDS ઉમેદવારો Ph.D. માટે તથા મેથ્સ, સાયન્સ, ફીઝીકસ અને બાયોલોજીમાં Ph.D. થયેલ વિદ્યાર્થીઓ પોસ્ટ ડોકટરલ ફેલોશીપ મેળવી શકે છે

રાજકોટ તા. ૪ : આજના યુગમાં શિક્ષણ અને સંશોધનની સાથે-સાથે ઉચ્ચ બુદ્ધિઆંકનું પણ મહત્વ ખૂબ જ વધતું જાય છે. વિવિધ ક્ષેત્રે સંશોધન કરવાથી સેલ્ફ ડેવલપમેન્ટની સાથે-સાથે સમાજ માટે પણ ઉપયોગી અને પ્રેરણારૂપ કાર્ય કરી શકાય છે. સ્ટ્રકચરલ એન્જીનીયરીંગ, કમ્પ્યુટેશનલ મિકેનિકસ, મિકેનિકલ એન્જીનીયરીંગમાં એમ.ટેક અને એમ.ઇ.થયેલ GATE  પાસ ઉમેદવારો રીસર્ચ ફેલોશીપ (JRF) માટે અરજી કરી શકે છે.

ઉપરાંત MBSS અને BDS થયેલ ઉમેદવારો પી. એચ. ડી. કરવા માટે તથા મેથમેટીકસ, સાયન્સ, ફીઝીકસ અને બાયોલોજીમાં પી.એચ.ડી. થયેલ ઉમેદવારો પોસ્ટ ડોકટરલ ફેલોશીપ મેળવી શકે છે. આ તમામ વિગતો ઉપર એક નજર કરીએ તો...

*ડીપાર્ટમેન્ટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ જુનિયર રિસર્ચ ફેલોશિપ ૨૦૨૦  અંતર્ગત સ્ટ્રકચરલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટેશનલ મિકેનિકસ, મિકેનિકલ એન્જિનિયરિંગ શાખાઓમાં એમટેક અને એમઈ ડિગ્રી ધારકો રિસર્ચ ફેલોશિપ (જેઆરએફ)માટે અરજી કરી શકે છે. ત્રણ વર્ષની ફેલોશિપ હેઠળ ઉમેદવારોએ આઇસોજીયોમેટ્રિક ટેકનોલોજી પર આધારિત વિશ્લેષણમાંથી ડિઝાઇન વિકસાવવા માટે કામ કરવું પડશે.

-અરજી કરવા માટેની પાત્રતા

આ સાથે આપેલ  વિષયોમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવનાર અને GATE (ગેટ) પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો અરજીપાત્ર છે. સમકક્ષ ડિગ્રી ધારક અને અનુભવી એસસી અને એસટી ઉમેદવારોને ફેલોશિપમાં પહેલ મળશે. ફેલોશીપ માટે પસંદ થનાર ઉમેદવારોને પ્રથમ બે વર્ષ માટે ૩૧,૦૦૦ રૂપિયા પ્રતિ મહિના અને ત્રીજા વર્ષ માટે રૂ. ૩૫,૦૦૦ પ્રતિ માસ મળવાપાત્ર થશે. ઓનલાઇન  અરજી કરવાની છેલ્લી તારીખઃ૧૫-૦૬-૨૦૨૦ છે.

-અરજી કરવા માટેની લીંક

 www.b4s.in/akila/DEJ3

*નર્ચરિંગ કિલનિકલ સાયન્ટિસ્ટ (એનસીએસ) યોજના ૨૦૨૦ અંતર્ગત ધ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા તાજેતરમાં જ એમબીબીએસ અને બીડીએસ પૂર્ણ કરનારા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ યોજના હેઠળ ઉમેદવારોને યુજીસી, મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અથવા ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાંથી પીએચડી માટે નાણાકીય સહયોગ મળશે.

-અરજી કરવા માટેની પાત્રતા

૩૨ વર્ષથી ઓછી ઉંમરની અપેક્ષા સાથેના વિદ્યાર્થીઓ  કે જેમણે તાજેતરમાં એમબીબીએસ અથવા બીડીએસની ડિગ્રી પૂર્ણ કરી છે અથવા બે વર્ષની સમયમર્યાદામાં ડિગ્રી પૂર્ણ કરવા જઈ રહ્યા  છે. સાથે સાથે ઉમેદવારે પહેલી ટ્રાયમાં જ ૬૦ ટકા માકર્સ સાથે એમબીબીએસ, બીડીએસની પરીક્ષા પાસ કરી છે, તેઓ તારીખ ૩૦-૬-૨૦૨૦ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.  પસંદ થનાર ઉમેદવારને પ્રતિ મહિના એક લાખની સેલેરી અને પીએચડી માટે ત્રણ વર્ષ માટે સંસ્થાને ત્રણ લાખ રૂપિયા આપવામાં આવશે.

-અરજી કરવા માટેની લીંક

 www.b4s.in/akila/NCS1

* IISER તિરુપતિ પોસ્ટ ડોકટરલ રિસર્ચ ફેલોશિપ પ્રોગ્રામ(પીડીઆરએફ) ૨૦૨૦ અંતર્ગત આ પોસ્ટ ડોકટરલ ફેલોશિપ માટે ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા (આઈ આઇ એસ ઈઆર) તિરુપતિ દ્વારા આ પોસ્ટ ડોકટરલ ફેલોશિપ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ફેલોશિપ હેઠળ પીએચડી ડિગ્રી ધારકો-સંશોધકોએ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વપરાશકર્તા સંશોધન હાથ ધરવું પડશે. આ ફેલોશિપ હેઠળ ડીએસટી- એસઈઆરબી ખાતે કેટલાક પસંદ કરેલા ઉમેદવારોને વધારાની નાણાકીય સહાય પૂરી પાડવાના ઉદ્દેશ સાથે મોકલી શકાય છે.

-અરજી કરવા માટેની પાત્રતા

ગણિત, વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર અને જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં પોસ્ટ ડોકટરલ કરવા ઈચ્છતા પીએચડી ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરવાને પાત્ર છે. જે ઉમેદવારોએ પીએચડી થીસિસ જમા કરાવી છે અને ડિગ્રી મળવાની બાકી છે તેઓ પણ આ ફેલોશિપ માટે અરજી કરી શકે છે. પસંદ થનાર પીએચડીની ડિગ્રી ધારક  ઉમેદવારોને દર મહિને ૪૭,૦૦૦ રૂપિયા અને અન્ય લાભ મળશે. જે ઉમેદવારોએ ડિગ્રી માટે થીસિસ જમા કરાવી છે તેમને દર મહિને રૂ. ૩૫,૦૦૦નું ભથ્થું અને અન્ય લાભો મળશે. ઓનલાઇન અરજી કરવાની  છેલ્લી તારીખઃ ૧૦-૦૬-૨૦૨૦ છે.

-અરજી કરવા માટેની લીંક

 www.b4s.in/akila/IIS3

આટઆટલી ઉપયોગી સ્કોલરશીપ-ફેલોશીપના સહારે ઉજ્જવળ કારકિર્દી બનાવવાનો અને સમાજોપયોગી સંશોધન કરવાનો મોકો આવ્યો છે, ત્યારે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

સૌજન્ય

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(9:37 am IST)