Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

રાજકોટમાં છેલ્લા 2 દિ'માં બહારગામથી આવેલ 35 પરિવારો હોમ કોરોન્ટાઈન હેઠળ કરાયા

બહારથી આવતા લોકોની માહિતી એકત્રીત કરવા શહેરની 7 બોર્ડર પર મ્યુનિ. કોર્પોરેશનના કર્મચારીઓને ફરજ સોંપાય: 3 શિફ્ટમાં 9 લોકો કામગીરી કરશે

રાજકોટ: અન્ય જિલ્લાઓમાંથી લોકો રાજકોટ આવવા લાગ્યા છે. આ તમામ લોકોએ ફરજિયાતપણે 14 દિવસ માટે હોમ ક્વોરોન્ટાઈન રહેવાનું છે. આ કાર્ય પર જરૂરી દેખરેખ માટે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં કન્ટ્રોલ રૂમ કાર્યરત છે.શહેરના છ પ્રવેશ પોઇન્ટ્સ પર મનપાએ પોલીસ સાથે મળીને ચોવીસે કલાક માટે ચેક પોસ્ટ પર સ્ટાફ તૈનાત કરેલ છે. આ સ્ટાફ ટીમો રાજકોટમાં આવતા લોકોની માહિતી નોંધશે અને મનપાની ટીમો આ આગંતુક લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરી તેમના ઘર પર સ્ટીકર લગાવશે.
એક જવાબદાર નાગરિક તરીકે આપની અડોશ પડોશ માં અન્ય જિલ્લામાંથી કોઈ મહેમાનો આવ્યા હોય તો તેની માહિતી રાજકોટઃ મહાનગરપાલિકાના કમ્પ્લેઇન્ટ નમ્બર 0281 - 2450077 ઉપર જાણ કરવા નમ્ર વિનંતી છે.  આ માહિતી પરથી એ સુનિશ્ચિત કરી શકાશે કે બહારથી આવેલ વ્યક્તિ હોમ ક્વોરોન્ટાઈન કરવામાં બાકી રહી ગયેલ નથી.  જાગૃત નાગરિકો તરફથી ફોન કોલ પર આ પ્રકારની માહિતી મળી રહી છે અને નાગરિકોના આ સાથ સહકારની પ્રશંસા કરી તેમને આવકારીએ છીએ

 
(10:24 pm IST)