Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કલેકટર કચેરીની બંને બાજુ પાસ માટે લાઇનો સોશ્યલ ડીસટન્સ જેવું કાંઇ નહિં: ખુલ્લેઆમ ભંગ લોકો દરવાજા ઠેકયાઃ ચારે બાજુ કાયદાનું ઉલ્લંઘન

રાજકોટઃ કલેકટર કચેરીમાં આજે ચારે બાજુ ટોળા હતા, મજૂરો ઉપરાંત અન્ય સ્થાનીક લોકો પાસ માટે ઉમટયા હતા, જનસેવા કેન્દ્ર ખાતે તો કલેકટર કચેરીના મુખ્ય ગેઇટ પાસે હાથમાં અરજીઓ સાથે લાઇનો લાગી હતી, સોશ્યલ ડીસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ જોવા મળ્યો હતો, બંદોબસ્તમાં રહેલ પોલીસ કર્મચારી પણ ભારે ગુસ્સામાં હતા, કલેકટર કચેરીના બગીચામાં પણ એટલા માણસો હતા, તો રોડ પરથી એન્ટ્રી નહિં મળતા લોકો જીટી શેઠ હોસ્પીટલ સામેથી દરવાજા ઠેકી અંદર પ્રવેશ કરતા હતા, ચારે બાજુ કાયદાનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું.

(4:24 pm IST)