Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

પોલીસ સમન્વય ટીમ દ્વારા સેવા અભિયાન

 હાલ લોકડાઉન ચાલુ છે. ત્યારે લોકોને મુશ્કેલી ન પડે તે હેતુથી પોલીસ સમન્વય રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસભાઇ ગાજીપરા અને સમાજ સેવા કેન્દ્ર તેમજ મહિલા વીંગના પ્રમુખ સોનલબેન ડાંગરીયા, મોટી ખોખરીવાળા મયુરસિંહ જાડેજા અને આર્મીમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જરૂરતમંદ લોકોને ભોજન વિતરણનું સેવા કાર્ય હાથ ધરાયુ છે. વાવડી વિસ્તારના સેંકડો ગરીબ લોકોને ભોજન પહોંચતુ કરાયુ હતુ. પી.આઇ. જે. વી. ધોળા, પી.એસ.આઇ. જી. એસ. ગઢવી, પી. સી. દશરથસિંહ જાડેજાએ ઉપસ્થિત રહી સેવા કાર્ય કરનારાઓને પ્રોત્સાહીત કર્યા હતા. આર્મીમે ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવેલ કે હું મારી ફરજ પર પહોંચી નથી શકયો. પરંતુ અહીં લોકોની સેવાને જ મારી ફરજ માનીને પોલીસ સમન્વયની ટીમ સાથે જોડાઇ ગયો છુ.

(4:23 pm IST)